Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જાંબુઆ ખાતે આદિવાસી સંમેલન

૧૪ જાન્યુઆરીની આદિવાસી સમાજ નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે. મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે યોજાયેલ આવા ઉજવણીરૂપ એક કાર્યક્રમમાં પ રાજયોમાંથી આદીવાસી આગેવાનો પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટથી આદીવાસી વિકાસ પરિષદના મહિલા પ્રમુખ વાસ્વીબેન સોલંકી અને ભીલ સંગઠનના આગેવાનો રમેશભાઇ કોલી સહીતના સામેલ રહ્યા હતા. 'એક તીર એક કમાન, હમ સબ એક હૈ' નો નારો વહેતો કરાયો હતો. આ ઐતિહાસિક સંમેલનમાં કિરણબેન કોલી, કોમલબેન, કાળુભાઇ, પુર્વાભાઇ, દેવભાઇ, કિર્તનભાઇ વગેરે ઉપસ્થિત રહેલ.

(4:35 pm IST)