Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

'બા નું ઘર' વૃધ્ધાશ્રમ ખાતે ઉતરાયણની પ્રેરક ઉજવણી

 સૌ.યુનિ. રોડ મુંજકા ખાતે આવેલ 'બા નું ઘર' મહિલા વૃધ્ધાશ્રમ ખાતે ઇમ્યુનીટી બસ્ટર દવાના ડોઝ તેમજ વિટામીન-એ ની ગોળીઓ તથા તલ મમરાના લાડુ, ચીકી, ચોકલેટ, પક્ષીના માળા, પાણીના કુંડા, બર્ડ ફીડર સહીતની વસ્તુઓનું વિનામુલ્યે વિતરણ ઉતરાયણની સેવામય ઉજવણી કરાઇ હતી. સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજા, મહામંત્રી વિભાબેન મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મનીષભાઇ વાડારીયા, મનુભાઇ મેરજા, ચંદુભાઇ સુરેજા, રીનાબેન કટારીયા, મનીષાબેન જાદવ, નીશીતાબેન રામોલીયા, મીનાબેન, દીનેશભાઇ, નીતિનભાઇ જૈન, ભરતભાઇ સુજલ, સ્વેના, દીપકભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:34 pm IST)