Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રીજા તબક્કાની બી.કોમ. સેમ.૩ની પરીક્ષાનો પ્રારંભ

કુલપતિ ડો.નીતીનભાઇ પેથાણી દ્વારા પરીક્ષા કાર્યવાહીનું ચેકિંગ પ્રિન્‍સિપાલ સાથે મીટીંગ યોજી

રાજકોટ,તા. ૧૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કામાં બી.કોમ સેમ.-૩ની પરીક્ષાનો આજરોજ પ્રારંભ થયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ૨૨ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે ત્‍યારે પરીક્ષા કાર્યવાહી સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે કુલપતિ નીતિનભાઈ પેથાણી દ્વારા ગીતાંજલી કોલેજ,જસાણી કોલેજ અને કુંડલીયા કોલેજ વગેરે ખાતે પરીક્ષા કાર્યવાહીનું શિક્ષણ કરેલ હતું તેમજ સ્‍થળ ઉપર જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રિન્‍સિપાલ સાથે મિટિંગ કરી હતી આ મિટિંગમાં વિવિધ કોલેજના પ્રિન્‍સીપાલ દ્વારા પરીક્ષા કાર્યવાહી માટે અને તેમાં પડતી મુશ્‍કેલીઓનું નિવારણ માટે ઓપન હાઉસ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ પ્રશ્નોના નિરાકરણ તેમજ પ્રથમ વખત યુનિવર્સિટી દ્વારા સવારે અને બપોરે બે સત્ર પરીક્ષા નું આયોજન કરેલ છે તેની વિગતો ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, સિનિયર સિન્‍ડીકેટ સદસ્‍ય વિજયભાઈ ભટાસણા તથા પરીક્ષા નિયામક નીલેશ સોની ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:36 pm IST)