Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રીક્ષા પાર્ક કરવા બાબતેની તકરારમાં થયેલ ખુનના કેસમાં આરોપીને જામીન મુક્‍ત કરતી ગુજરાત હાઈકોર્ટ

રાજકોટઃ ભુપતભાઈ સોમાભાઈ જાખેલીયા, ઠે. મનહરપુર - ૧, પંચનાથ મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટનાએ ગાંધીગ્રામ - ર, પોલીસ સ્‍ટેશનમાં ઈ.પી.કો. કલમ - ૩૦૭, ૩૨૩, ૩રપ, ૫૦૪, ૫૦૬ (૨) વિગેરે અન્‍વયે જયદિપ વિભાભાઈ હુંબલ, પ્રકાશ વિભાભાઈ હુંબલ, વિભાભાઈ હુંબલ, જીતો કાનાભાઈ હુંબલ, જગદિશ કાનાભાઈ હુંબલ, અશ્વિન ખેંગારભાઈ જડુ, આનંદ ખેંગાભાઈ જડુ, અરશી જેઠાભાઈ વશરા, ભરત ઉર્ફ કેતન હરેશ ઉર્ફે હકાભાઈ બહોકિયા, તમામ રહે. મનહરપુર, જામનગર રોડના સામે ફરીયાદ નોંધાવેલ.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદી જે વિસ્‍તારમાં રહે છે. ત્‍યાં થોડા આગળ ઉપરોકત આરોપીઓ રહે છે. તા.૧૦/૧૨/૧૯ના રોજ સાંજના ૫:૩૦ વાગ્‍યે ફરીયાદી રીક્ષા લઈ, ઘરે આવ્‍યો અને તેના ઘર પાસે રીક્ષા પાર્ક કરી ત્‍યારે તેના ઘર પાસે રહેતા જયદિપ હુંબલ તેનું મોટર સાયકલ લઈ ઉભો હતો. આ જયદિપ તથા તેના પિતાશ્રી સાથે રીક્ષા પાર્ક બાબતે અગાઉ પણ બોલાચાલી અને ઝગડાઓ થયા હતા અને જે તે દિવસે પણ રીક્ષા પાર્ક કરવા બાબતે બોલાચાલી થતાં ફરીયાદી તેના ઘરમાં જતો રહેલ. ત્‍યારબાદ ઉપરોકત આરોપીઓ છરી, લાકડાના ધોકા, લોખંડનો પાઈપ, તલવાર વિગેરે લઈ, ફરીયાદીને ઘેર ગયેલ અને આજે પતાવી દેવો છે. તેવું જણાવી તમામ આરોપીઓ ફરીયાદી ઉપર તુટી પડેલ. જેના કારણે ફરીયાદીના બંને હાથ તથા બંને પગ ફ્રેક્‍ચર થઈ ગયેલ અને તલવાર થી માથાના ભાગે ગંભીર ઈજા થયેલ. તેમજ ફરીયાદીના પત્‍ની તથા માતા ફરીયાદીને છોડાવવા વચ્‍ચે પડેલ હોય, ફરીયાદીના માતાને મુંઢ માર લાગેલ હોય, ફરીયાદી તથા તેના માતાને હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવેલ. ત્‍યારબાદ ફરીયાદીની તબીયત બગડતા તેઓને ચાલુ સારવારે અમદાવાદ સીવીલ હોસ્‍પીટલમાં લઈ જવામાં આવેલ ત્‍યાં સારવાર દરમ્‍યાન ફરીયાદીનું અવસાન થયેલ અને પોલીસે ઈ,પી.કો કલમ - ૩૦૨નો ઉમેરો કરી, ફરીયાદની તપાસ કરી.

  ઉપરોકત આરોપીઓ સામે, ચાર્જશીટ કરેલ અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ. ઉપરોક્‍ત આરોપીઓ માંથી આરોપી ભરત ઉર્ફે કેતન હરેશભાઈ બહોકિયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ તેમાં તેઓએ જણાવેલ કે કથીક ગુનામાં તેનો સીધો કે આડકતરો કોઈ રોલ નથી. બનાવ સમયે તેઓ પોતાને ઘરે જ હતા અને ઘટના સ્‍થળે ઝગડાનો અવાજ થતો સાંભળેલ જેથી સ્‍થળ ઉપર શું થાય છે તે જોવા ગયેલ. છેલ્લા એક વર્ષ કરતાં વિશેષથી તેઓ જેલ હવાલે છે અને તપાસના કામે તપાસનીસ અધિકારીને પુરો સાથ સહકાર આપેલ છે. લાંબા સમયથી તેઓ જેલમાં હોય, તેમના કુટુંબીજનો ખુબ જ આર્થીક મુશ્‍કેલી અનુભવે છે અને કુટુંબીજનો પોતાનું ભરણપોષણ પણ કરી શકતા નથી. અગાઉ આનંદ ખેંગાર જલુને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મુકત કરવામાં આવેલ છે. ત્‍યારે અરજદારને પણ જામીન મુકત કરવા યોગ્‍ય હાલનો કેસ છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટએ ઠરાવેલ કે ફરીયાદની વિગતો અને તેમાં કરેલા આક્ષેપોની ચર્ચા કર્યા વગર આરોપીને જામીન મુકત કરવા માટેનો વિશેષ અધિકારનો ઉપયોગ કરી જામીન મુકત કરવામાં આવે છે.

આ કામમાં અરજદાર ભરત ઉર્ફે કેતન હરેશભાઈ બહોકિયા વતી ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટના ભાવેશ બાંભવા તથા હિતેશ વિરડા - એડવોકેટ દરજજે રોકાયેલ હતાં.

(5:02 pm IST)