Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કોઠારીયા દબાણ હટાવ ઝુંબેશમાં ટુંકમાં ધડાકા - ભડાકા : ૩ સામે ‘પાસા'ની દરખાસ્‍ત

રાજકોટ તા. ૧૮ : તાજેતરમાં કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલે કોઠારીયામાં કોમર્શિયલ દબાણો દૂર કરવા બે વખત ઉપરાઉપરી બુલડોઝર ફેરવી દિધું હતું, કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી.

દરમિયાન જે પ્રથમ દબાણ થયું તે ઝુંબેશમાં આગામી ૩ થી ૪ દિવસમાં કલેકટર તંત્ર ધડાકા - ભડાકા કરી રહ્યાનું ટોચના મહેસૂલી સૂત્રો ઉમેરી રહ્યા છે, આ કેસમાં ૩ સામે ‘પાસા'ની દરખાસ્‍ત થયાનું અને તેમાં મુખ્‍ય સૂત્રધાર પણ સામેલ હોવાનું સાધનો ઉમેરી રહ્યા છે, કલેકટર તંત્ર દ્વારા ગાંધીનગર ખાતે મંજુરી માટે ફાઇલો મોકલ્‍યાનું પણ બહાર આવ્‍યું છે.

(4:29 pm IST)