Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગુરૂવારે મુખ્યમંત્રીના હસ્તે કલેકટર તંત્રના ૮૦ કરોડના લોકાર્પણ : ૨૩૮ લાભાર્થીને સૂચિતની સનદ અપાશે : ૨૦ સંકટ મોચન લાભાર્થીને ૧૦-૧૦ હજાર અપાશે

જસદણ - વિંછીયાના ૧૫૦ વિચરતી વિમુકિત જાતિના પરિવારોને ૪૦ ચો.મી.ના પ્લોટનું પણ વિતરણ :જેટકોના રાજકોટ જિલ્લામાં ૮-૬૬ કે.વી. સબ સ્ટેશનનું ૬૯ કરોડના ખર્ચે લોકાર્પણ - ખાતમુહૂર્ત : ગોંડલ નગરપાલિકાનો ૧૧II કરોડના ખર્ચે બનેલ રેલ્વેબ્રીજનું રાજકોટથી રીમોટ દબાવી ખાસ લોકાર્પણ : વિરપુર - ગુંદાળાના ૪૦ દેવીપૂજક પરીવારોને ૪૦ વારના પ્લોટ અપાશે ઉપલેટાના ડૂમીયાણીમાં સવા આઠ કરોડના ખર્ચે બનેલ ITI ભવનનું પણ ખાસ લોકાર્પણ

રાજકોટ તા. ૧૮ : આગામી તા. ૨૧મીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ૫૫૦ કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્તના કામો અંગે રાજકોટ આવી રહ્યા છે, તેમાં કલેકટર તંત્રના ૮૦ કરોડના કામો અંગે પણ લોકાર્પણ - ખાતમુહૂર્ત થશે.

આ અંગે પત્રકારોને માહિતી આપતા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, વીજતંત્રના જેટકો ડિવીઝનના કુલ ૬૯ કરોડ ૨૭ લાખના ખર્ચે બનનારા અને બની ગયેલા ૮-૬૬ કેવી સબ સ્ટેશનના લોકાર્પણ - ખાતમુહૂર્ત થશે. જેમાં વાછડા રોડ, આંબરડી, ખારચીયા અને રાવકી ૬૬ કેવી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત તો બરવાડા, દેવડા, હડમતીયા અને ગોખરાણાના ૪ - ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ થશે.

આ ઉપરાંત ગોંડલ નગરપાલિકા અને શહેરી વિકાસ ગૃહ નિર્માણ દ્વારા ૧૧ કરોડ ૫૧ લાખના ખર્ચે બનાવાયેલ રેલવે ઓવરબ્રીજનું મુખ્યમંત્રી ડી.એચ.કોલેજ ખાતે સ્વીચ દબાવી લોકાર્પણ કરશે તેમજ જસદણ નગરપાલિકા દ્વારા બનાવાયેલ ૫૭ લાખ ૩૬ હજારના રસ્તાના કામોનું લોકાર્પણ થશે, તો જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા ઉપલેટાના ડૂમીયાણી ગામે ૮ કરોડ ૨૭ લાખના ખર્ચે બનાવાયેલ આઇટીઆઇનું લોકાર્પણ થશે.

એડીશનલ કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટની સૂચિત સોસાયટીના ૨૩૮ લાભાર્થીઓને તથા સૂચિતના ૧૦૦ પ્રોપર્ટી કાર્ડ હોલ્ડરોને મુખ્યમંત્રીના હસ્તે સનદ - દાવાપત્રક હુકમો અપાશે, તો રાજકોટના ૨૦ સંકટ મોચન લાભાર્થીઓને ૧૦ હજારના ચેક અર્પણ કરાશે તથા જસદણ - વિંછીયા તાલુકાના વિચરતી વિમુકતી જાતીના ૧૫૦ પરિવારોને અને વિરપુર - ગુંદાળાના ૧૦૦ જેટલા પરિવારોને ૪૦ ચો.મી.ના પ્લોટની ફાળવણીના હુકમો અપાશે, તમામ કાર્યક્રમો રાજકોટની ડી.એચ. કોલેજના મેદાન ખાતે બપોરે ૩ વાગ્યાથી યોજાયા છે.

(4:26 pm IST)
  • ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન: નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો મુંબઈઃ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ મુસ્તફા ખાન સાહેબના નિધન અંગે શોક વ્યકત કર્યો છે. access_time 8:30 pm IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા વિજયભાઇ રૂપાણી : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના આજે જન્‍મ દિવસ અવસરે તેમને રાજભવન ખાતે પ્રત્‍યક્ષ મળીને દીર્ધાયુ અને સ્‍વસ્‍થ જીવનની શુભેચ્‍છાઓ પાઠવી હતી. access_time 1:32 pm IST