Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

બંને આરોપીએ ફરીયાદીને માત્ર ૪ લીટીનો ઓર્ડર આપી કહી દિધુ 'જાવ તમને જમીન મળી ગઇ...'

મોટામવાવાળા લેન્ડ ગ્રેબીંગ કેસમાં અમે 'સૂઓમોટો'લીધો છેઃ સરકાર પોતે ફરીયાદી બની છેઃ એક મહિનાથી તપાસ ચાલતી'તીઃ રેમ્યા મોહન

તમામ ડોકયુમેન્ટ ફ્રોડ છેઃ સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલના બાતમીદારે ભાંડો ફોડી નાંખ્યો : એક વર્ષમાં આરોપીઓએ કાગળો ઉભા કર્યાઃ કુલ ર૦ કરોડની ર-એકર ૩૮ ગુંઠા જમીનઃ અમારા કોઇ કર્મચારીની સંડોવણી નથીઃ સરકારી જમીનના ખોટા કાગળો ઉભા થયાઃ સરકાર ફરિયાદ થઇ તેવો ગુજરાતમાં પ્રથમ કિસ્સોઃઆરોપીઓએ : આવુ અન્ય સાથે કર્યાની પણ શંકાઃ કલેકટર : લેન્ડ ગ્રેબીંગની ફરીયાદના રાજકોટ કલેકટર સમક્ષ ઢગલાઃ કુલ ૩૯ ફરીયાદો આવીઃ ત્રણ કેસમાં તપાસ ચાલુઃ એક કેસમાં કશુ તથ્ય ન હોય ફરીયાદ ફગાવી દેવાઇ... : આરોપીઓએ બોગસ ડોકયુમેન્ટ જેવા કે કલમ-૬૧ હેઠળની નોટીસ, ૭/૧ર, ૮-અ, માપણીપત્રક, ગેઝેટનો હુકમ, જમીન ફાળવણીનો હુકમ, મહેસુલ વિભાગ, કલેકટર કચેરી, મામલતદાર કચેરી, NIC-વિગેરે સરકારી શબ્દાવલીનો ઉપયોગ કર્યોઃ કુલ ૧ કરોડ પ૦ લાખમાં કામ રાખ્યું હતું. કલેકટરની અપીલ આવા લેભાગુ તત્વોનો સંપર્ક ન કરવો... સીધો જે તે કચેરીમાં જ અરજી કરવી.

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની સાફ-સાફ વાતમાં જણાવ્યું હતું કે, ગઇકાલે મોટા મવાવાળી સર્વે નં. ૧૮૦ પૈકીની ર એકર ૩૮ ગુંઠા સરકારી જમીન વાળી લેન્ડગ્રેબીંગ કેસમાં અમે આ કેસ સૂઓમોટો લીધેલો કેસ છે, સરકારી જમીનના તમામ પ્રકારના કાગળો ખોટા ઉભા કરાયા, ફરીયાદી પાસેથી બે આરોપીઓએ ૭૩-૭૩ લાખ લઇ લીધા, અને સરકાર જ એટલે કે તાલુકા મામલતદાર કથીરિયા ફરીયાદી બન્યા તેવો સંભવતઃ ગુજરાતમાં આ પહેલો કેસ છે.

કલેકટરે પત્રકારો સમક્ષ સાફ-સાફ બાબતમાં જણાવ્યું હતું કે આમાં એકપણ મહેસૂલી કર્મચારીની કોઇ સંડોવણી નથી, અને આવા બેવકૂફ જેવા ડોકયુમેન્ટ કોઇ મહેસૂલી કર્મચારી ઉભા કરે નહી, એક મહિના પહેલા સીટી પ્રાંત-ર ના બાતમીદાર પ્રાંત શ્રી ચરણસિંહ ગોહીલને માહિતી આપી હતી, પરીણામે એક મહિનાથી અમે ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા હતાં, આ પછી લેન્ડ ગ્રેબીંગ કમીટી સમક્ષ આ કેસ મૂકાયો અને તમામ પુરાવા એકઠા કરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

કલેકટરે જણાવ્યું હતું કે બંને આરોપીઓ બહાદુર ચૌહાણ અને કેતન વોરા, પટેલે મોટામવામાં સાહેદની પ એકરની પોતાની માલિકીની જમીનની બાજુમાં આવેલ સરકારી જમીન ર એકર-૩૮ ગુંઠા સાહેદને તમામ પ્રકારના ફોડ ડોકયુમેન્ટ ઉભા કરી ૪ લીટીનો જાવતમને જમીન મળી ગઇ છે, એવો ઓર્ડર આપી દિધો હતો, ૭/૧ર, ૮/અ  સહિતના તમામ ખોટા ડોકયુમેન્ટ - સરકારી  કાગળો ઉભા કર્યા છે.

કલેકટરે જણાવેલ કે આ તમામ માહિતી અમને મળી હતી, અને ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી, એક પછી એક પુરાવા ઉભા કરાયા, અને આખરે પોલીસ ફરીયાદ કરાઇ છે.

કલેકટરે જણાવેલ કે ઉભા કરાયેલ કોઇપણ ફોડ કાગળમાં કોઇપણ ભૂતપૂર્વ કે વર્તમાન કલેકટર કે અન્ય અધિકારીનું નામ લખેલુ નથી, પરંતુ દરેક સ્થળે મહેસૂલ વિભાગ અને ગાંધીનગર એવા શબ્દો સાથે કાગળો બનાવ્યા છે.કલેકટરે ઉમેર્યુ હતું કે આ બંને આરોપીઓએ આવુ અન્ય કોઇ સાથે પણ કર્યુ હશે તેવી શંકા છે અને તે બાબતે તપાસ ચાલી રહી છે, આવુ કોઇ ભોગ બન્યુ હોય તો તે લોકો અપીલ કે અરજી કરી શકે છે, આ જમીનની કિંમત બજાર ભાવ પ્રમાણે હાલ ર૦ કરોડ આસપાસ થવા જાય છે.

હાલ અન્ય કોઇ ફરીયાદો છે કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ હાલ કમીટી પાસે કુલ ૩૯ ફરીયાદો  આવી છે, જેમાં ૩ કેસમાં તપાસ ચાલી  રહી છે, એક ફરીયાદમાં કોઇ તથ્ય ન હોય ફગાવી દેવાઇ છે.

(4:25 pm IST)