Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કરણી સેના સૌરાષ્ટ્ર પ્રાંતની મીટીંગ - મહિલા સંમેલન

 કુવાડવા  રોડ પર શિવશકિત બેન્કવેટ હોલ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર પ્રાંતની મીટીંગ તેમજ મહિલા સંમેલન યોજાયુ હતુ. સંગઠનને વધુ મજબુત બનાવવા આગામી રણનીતિઓ અંગે ચર્ચા વિચારણાઓ કરાઇ હતી. જિલ્લાવાઇઝ હોદેદારો ઉપસ્થિત રહેલ. પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખવાત, મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ તૃપ્તિબા રાઓલ, પ્રદેશ હોદેદારો અજયસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ રાઠોડ, રોનકસિંહ ગોહીલ, પ્રતાપ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:34 pm IST)
  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન: નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો મુંબઈઃ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ મુસ્તફા ખાન સાહેબના નિધન અંગે શોક વ્યકત કર્યો છે. access_time 8:30 pm IST

  • આગામી ૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી ફલાઈટ કેન્સલ : ૨૫મીએ આવશે તથા ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ કરાઈ દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે એર ગ્લોઝર જાહેર કરાયુ હોય સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી વચ્ચેની દરરોજ આવતી ફલાઈટ આગામી તા.૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ છે : ટોચના એર ખાતાના સૂત્રોના ઉમેરાયા મુજબ આ ફલાઇટ ૨૫મીએ આવશે : પરંતુ ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ રહેશે : રાજકોટ એર ઈન્ડિયા દ્વારા પોતાની દિલ્હીની ફલાઈટ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી access_time 1:27 pm IST