Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

શ્રી પંચનાથ હોસ્પિટલનો ગુરૂવારે વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ

૧૪૬ વર્ષ જૂના અતિ પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં દર્દીઓને નજીવા દરે સારવાર મળી રહે તેવો ઉદ્દેશ : પૂ.રમેશભાઈ ઓઝા આર્શીવચન પાઠવશે : ૨૧ કરોડના ખર્ચે પાંચ માળની ૫૦ બેડની અતિ અત્યાધુનિક સુવિધાઓ સાથે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનંુ નિર્માણ : વિશાળ પાર્કીંગની પણ સુવિધા

રાજકોટ : અનેક ઋષિમુનિઓ, સંતો, મહંતો, મહાત્માઓ, રાજાઓ, મહારાજાઓ, ગરીબો, અમીરો શીવમા જીવ પરોવીને ધન્ય અનુભવતા અસંખ્ય શિવભકતો બાલકૃષ્ણ સ્વરૂપ બાળકો અગણિત શ્રદ્ધાળુઓના જયાં કુમકુમ પગલાં પાવન થઇ ચૂક્યા છે તે પવિત્ર ભૂમિ ૧૪૬ વર્ષ જુના અતિ પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકોને નજીવા દરે સચોટ નિદાન મળી શકે તે ઉદેશ સાથે શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટીશ્રીઓ ભાવનાશીલ અને ઉદારદીલ ધરાવનાર દાતાશ્રીઓના સાથ, સહકાર અને સહયોગના સમન્વયથી રૂપિયા ૨૧ કરોડના ખર્ચ ૫૦ બેડની અતિ આધુનિક સુવિધાઓ સાથે મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ૨૧ જાન્યુઆરી ગુરૂવારના રોજના પાવન દિને મંગલમય શુભારંભ થઈ રહયો છે.

કુલ ૧૦૦૮ ચોરસવાર જગ્યામા ગ્રાઉન્ડ +પાંચ માળ ધરાવતી બીલ્ડીંગના બાંધકામમાં ૨૦૯.૫૦ ટનથી વધારે લોખંડ અને ૨૦૯૫૦ થી વધુ સીમેન્ટનો વપરાશ કરવામા આવેલ છે. તેમજ દરેક માળ ૬૦૦૦ થી પણ વધારે સ્કવેર ફુટ બાંધકામ ધરાવે છે. તદઉપરાંત આખુ ભવન સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે વર્તમાન મહામારીની પરિસ્થિતિ વચ્ચે માસ્ક, સેનીટાઇઝેશન અને સામાજિક અંતરનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.

૧ : બેઝમેન્ટમાં ૪૫૦૦ થી પણ વધારે સ્કવેર ફુટ જગ્યામાં વિશાળ પાર્કીંગની વ્યવસ્થા.

૨ : ગ્રાઉન્ડ ફલોર પર રાહત દરનો મેડિકલ સ્ટોર સિકયોરિટી સ્પોટ મુલાકાતીઓને હોસ્પિટલ અંગેની તમામ પ્રકારની માહિતી મળી શકે તે ઉદેશથી ૨ રીસેપ્શન કાઉન્ટર, વિશાળ પ્રતીક્ષાલય આર.ઓ. પ્લાન્ટના પીવાના પાણીની વ્યવસ્થા જેવી સુવિધાઓ

૩ : પ્રથમ માળ - ડો. ધોળકીયા (એમબીબીએસ) તરીકે ૪૦ વર્ષથી પણ વધુ સમયથી પ્રેકટીસ કરી રહ્યા છે તેઓ વિશાળ અનુભવ ધરાવતા હોવાને નાતે તાવ, શરદી, ઉધરસ, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા રોગોના નિષ્ણાંત છે જેનો ચાર્જ માત્ર રૂ. ૧૦ રાખવામા આવેલ છે અને તેમના દ્વારા લખી આપવામાં આવેલી દવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે સાથોસાથ આજ માળમાં ઓ.પી.ડી. વિભાગ આવેલ છે જેમાં ૧૪ અલગ અલગ નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવશે જેમાં કાન-નાક અને ગળાના, દાંતના, જટિલ ચામડીના, હાડકાના, સ્ત્રીના, પેટ તથા આંતરડાના, માનસિક, આંખના, નવજાત શિશુ અને બાળરોગ જેવા તેમજ કિડની તથા મૂત્રપિંડના રોગોનુ નિદાન કરવામાં આવશે, હોમીયોપેથીક વિભાગ પણ આજ માળમાં રાખવામા આવેલ છે વિશેષતા એ છે કે દરેક દર્દીઓના રોગોનીતથા તબીબો દ્વારા કરવામાં આવેલી સારવારની વિગતોનો ડેટા સ્ટોર કરીને રાખવામા આવશે તેમ જ દાંત વિભાગમાં સારવાર તથા ચેકઅપ માટે અત્યાધુનિક ખુરશીઓ સાથે વિશાળ ચેમ્બર્સ ફાળવવામાં આવેલ છે. ઓ.પી.ડી. વિભાગનો ચાર્જ માત્ર રૂ. ૫૦ રાખવામા આવેલ છે. આંખના નિદાન માટે અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતી આઇ ચેર સાથેનો ઓ.પી.ડી. વિભાગ જેમાં આંખના નંબર, મોતીયો, જામર, વેલની, પડદાની તપાસ કરવામા આવશે. સાથોસાથ ૨ રીસેપ્શન કાઉન્ટર રાખવામા આવેલ છે તેમાં નવા કે જુના કેસ કાઢી આપવામા આવશે તેમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કર્યા બાદ કોમ્પ્યુટરાઇઝડ રીસીપ્ટ જ મેળવવાનો આગ્રહ રાખશો. તેમજ બંને કાઉન્ટર પરથી પૂછપરછ દ્વારા તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકશો.

૪ : બીજો માળ - ૨૦૦૦થી પણ વધારે સ્કવેર ફુટ જગ્યામાં હાઇટેક પેથોલોજી લેબોરેટરી હશે. તેની વિશેષતા એ છે કે એકવાર યુરીન અને બ્લડના સેમ્પલ આપ્યા પછી પરિક્ષણની તમામ પ્રકારની પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વારા જ થાય છે વચ્ચે કોઇપણ પ્રકારનું મેન્યુઅલી કાર્ય થઇ શકતુ નથી. અંતમાં એસ.એમ.એસ. દ્વારા દર્દીએ રજીસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર પર રીપોર્ટ કોમ્પ્યુટર થકી ફોરવર્ડ થાય છે. દરરોજ કવોલીટી કંટ્રોલ કર્યા બાદ જ દર્દીઓના સેમ્પલ રન કરવામા આવે છે. તેમજ બધા લોહીના સેમ્પલ ૨૪ થી ૪૮ કલાક સુધી પ્રિસર્વમાં રાખવામા આવે છે. યુરીનના તમામ પ્રકારના પરિક્ષણો સેમી ઓટો મશીન દ્વારા કરવામાં આવે છે. યુરીન તથા લોહીના નમૂનાઓ માટે હોમ કલેકશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

તદ્દઉપરાંત આ ફલોર પર રેડીયોલોજીસ્ટ પરિક્ષણ જેમકે સોનોગ્રાફી, એકસરે, ટી.એમ.ટી. વિભાગ આવેલા છે. એકસરે વિભાગની વિશેષતા એ છે કે રેડિયેશન લીક ન થાય તેની ખાસ કાળજી રાખવામા આવેલ છે. તેમજ ટી.એમ.ટી. રૂમમાં મેડિકલ ગેસ એટલે કે ઓકસીજન ગેસની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામા આવેલ છે.

૫ : ત્રીજો માળ - ૪ ટ્વીન શેરીંગ રૂમ ૨ સ્પેશીયલ વોર્ડ તેમજ ૧૨ બેડ ધરાવનાર જનરલ વોર્ડ તેમા ૪ બેડ મહીલા દર્દી માટે ૪ બેડ પુરુષ દર્દી માટે અલગ વિભાગ બનાવવામાં આવેલ છે. પ્રથમ ટ્રસ્ટ સંચાલીત મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ હશે કે જેમાં જનરલ વોર્ડ સંપૂર્ણપણે વાતાનુકૂલિત હશે તથા દરેક બેડ પર ઓકસીજન ગેસની સંપૂર્ણ વ્યવસ્થા તેમજ જનરલ વોર્ડમાં દર્દીઓના સગા રોકાય શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. દાખલ થયેલ દર્દીઓના મુલાકાતી માટે વિશાળ વેઇટિંગ હોલની સુવિધા રાખવામા આવેલ છે. દરેક બેડ પાસે નર્સ કોલિંગ માટે બટન આપવામાં આવેલ છે. અકસ્માતે દર્દી બાથરૂમમાં પડી જાય અથવા તો ત્યાં કોઈપણ શારીરિક તકલીફ ઉભી થાય તો ત્યાં પણ બટન ની સુવિધા રાખેલ છે. જે દબાવવાથી નર્સ તમારી સેવામાં તરત જ હાજર થઈ જશે.

૬ : ચોથો માળ - ૪ ટ્વીન શેરીંગ રૂમ ૨ સ્પેશીયલ વોર્ડ તથા ૧૦ બેડનો અદ્યતન આઇ.સી.યુ. રૂમ તેમા આધુનિક સાધનો જેવા કે વેન્ટીલેટર, સેન્ટ્રલાઇઝડ પેશન્ટન મોનીટરીંગ સાથે નભ (NABH) અને બીજી જરૂરી મેડિકલ ગાઇડલાઇન મુજબ વેન્ટીલેશન એરકન્ડીશનિંગ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં મિનિમમ ક્રોસ ઈન્ફેકશનનો સંપૂર્ણ ખ્યાલ રાખીને દરેક પેશન્ટના બેડ પાસે વ્યકિતગત પેનડનટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદ્દઉપરાંત એ.એચ.યુ. સુવિધાઓ સાથેનુ આઇ.સી.યુ. બનાવેલ હોવાથી હેપા ફિલ્ટર દ્વારા દર્દીઓને સતત સ્ટરીલાઇઝડ તાજી હવા આપશે જેને પરીણામે વર્તમાન મહામારી કોરોનાના સમયમાં આઇ.સી.યુ. વિભાગને વાઇરસ મુકત રાખી શકશે.

૭ : પાંચમો માળ - સર્જરી માટે ૪૦૦ થી ૪૫૦ થી વધારે સ્કવેર ફુટ જગ્યામાં ૩ અત્યંત આધુનિક બેકટેરિયા રહિત ઓપરેશન થિયેટર્સ ડોકટર્સ લોન્ઝ તથા ૪ બેડના પોસ્ટ ઓપરેટીવ રૂમની ફાળવણી કરવામાં આવી છે. ત્રણેય ઓપરેશન થીએટરોમાં પણ એ.એચ.યુ. સુવિધા હોવાથી હેપા ફિલ્ટર દ્વારા ઓપરેશન થિયેટર્સ વાઇરસ મુકત રાખી શકશે. ઓપરેશન થીએટરોની દીવાલો સિલ્વર આઈ.એન.સી.સી. મઢવામાં આવેલ હોવાથી ૨૫ વર્ષ સુધી કોઈપણ પ્રકારના વાયરસ ઉત્પન્ન થતા નથી. ઓપરેશન થીએટરોના ટેબલો તમામ પ્રકારની સર્જરીઓ કરી શકે છે. તેમજ ૩૪૦ કિલો સુધીના દર્દીઓનું વજન ગહન કરી શકે છે. એક ઓપરેશન થીએટરમાં ઓર્થોપેડિક સર્જરી બીજામાં જનરલ તથા ગાયનેક સર્જરી ત્રીજામાં આંખની સર્જરી કરવામાં આવશે.

મલ્ટીસ્પેશીયાલીટી સેવાઓ : વાસકયુલર અને એન્ડો વાસકયુલર સર્જરી, પ્લાસ્ટીક સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, કાન-નાક અને ગળાની સર્જરી, જનરલ સર્જરી જેવી સુવિધાઓ પ્રાપ્ત થઇ શકશે.

હોસ્પિટલની આકર્ષક વિશેષતાઓઃ

 ૧૬ વ્યકિતની વજન ગહન કરવાની ક્ષમતા ધરાવતી ૨ આધુનિક લીફ્ટની સુવિધા

 કોઈ અનિરછનિય બનાવ ન બને તેના માટે ૮૨ સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવ્યા છે જેનો મોનીટરીંગ રૂમ બીજા માળે રાખવામા આવેલ છે અને રાઉન્ડ ધ કલોક દેખરેખ રાખવામાં આવશે. કેમેરા સિસ્ટમમાં એક અઠવાડિયા સુધીની ગતીવિધિ રેકોર્ડ થઈ શકશે.

 હોસ્પિટલના દરેક કર્મચારીશ્રીઓમાં સંકલન અને જીવંત સંપર્ક જળવાઈ રહે તે હેતુથી દરેક ફલોર પર ઇ.પી.બી.એકસ.ની સુવિધા સાથે રીસેપ્શન કાઉન્ટરની સુવિધા

 દર્દીઓની ગોપનીયતા જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખવામા આવેલ છે.

 ચેનજીંગ રૂમની સુવિધા

 નસીંગ સ્ટેશન પર વિનયી વિવેકી અને તાલીમબધ્ધ કર્મચારીશ્રીઓની નિમણુંક

 સોફ્ટનર અને આર.ઓ. પ્લાન્ટ થકી શુધ્ધ પીવાના પાણીની સુવિધા.

પંચનાથ હોસ્પિટલના આ છે સેવાના સારથીઓ

રાજકોટ : વર્તમાન આધુનિક મેડિકલ યુગમાં શ્રી પંચનાથ નિદાન કેન્દ્રમાંથી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ સુધીના હરણફાળ વિકાસના સહભાગીઓમા સ્વ.શ્રી પ્રદ્યુમનભાઈ માંકડ, સ્વ.શ્રી નારાયણભાઈ મહેતા, સ્વ.શ્રી ડો. વિનોદ પંડયા, તેમજ રજનીભાઈ જોબનપુત્રા જેવા સંસ્થાપંકો, શુભે ચ્છકો શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ ના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખશ્રી ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદ મંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ ડી. વી. મહેતા, મયૂરભાઇ શાહ, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નિરજભાઇ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, ડો. લલિતભાઈ ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા સફળ સંચાલકો સંદીપભાઇ ડોડીયા, જેમીનભાઇ જોષી, મનુભાઇ ધાંધાં, ભવ્યભાઇ પારેખ, પંકજભાઈ ચગ જેવા સેવાભાવી કાર્યકરો હોસ્પિટલના ભૂતપૂર્વ તથા વર્તમાન કર્મચારીશ્રીઓ દ્વારા રાજકોટની કદરદાન અને ધર્મપ્રેમી જનતાને ૨૧ મી સદીના ૨૧ ના વર્ષના પ્રારંભમાં જ અધતન હોસ્પિટલની જે અપ્રતિમ ભેટ આપેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે.

 

(3:32 pm IST)