Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

જમણા હાથે અંગ્રેજીમાં 'કે' અને 'મા' ત્રોફાવેલા છેઃ મૃતકના સગા પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૮: સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સના પાર્કિંગ પાસેથી અજાણ્યો આશરે ૪૦ વર્ષનો પુરૂષ બિમારી સબબ બેભાન પડ્યો હોઇ તેને સારવાર માટે વોર્ડ નં. ૧૦માં દાખલ કરાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ મારફત જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રાઇટર માયાબેન સાટોડીયાએ   જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે કાળુ શર્ટ, કાળુ જાકીટ અને કાળુ નાઇટ પેન્ટ પહેર્યુ છે. જમણા હાથમાં અંગ્રેજીમાં 'કે' તથા 'મા' ત્રોફાવેલુ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ કે. સી. રાણા અને ગોૈતમભાઇ વધુ તપાસ કરે છે.

(12:04 pm IST)
  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST

  • એક કરોડની લાંચનો મામલો સીબીઆઈ ત્રાટકી: ત્રણની ધરપકડ CBI (કેન્દ્રીય તપાસ બ્યૂરો)એ 1985ના એક વરિષ્ઠ રેલવે અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત 3ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ૧ કરોડ રૂપિયાની લાંચ મામલે ત્રણેયને ઝડપ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે access_time 8:40 pm IST

  • ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી 1000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે : મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત કરાયેલ લીથીયમ ઓર ને પ્રોસેસ કરીને બનાવાશે બેટરી ગ્રેડનું લીથીયમ access_time 11:09 pm IST