Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ગુજરાત ચેપ્ટરના હોદ્દ્ેદારો બિનહરીફ ચૂંટાયા

બે વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે મનિષ શર્મા, સેક્રેટરી તરીકે અંકિત બજાજ, ટ્રેઝરર તરીકે સોહેલ કાદરીની નિયુકિત : રાજકોટ સિટી કન્વીનર તરીકે ઘ્લિીપભાઇ મસરાણી

રાજકોટ,તા. ૧૮: ભારતભરના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટસનું સંગઠન ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI)ના ગુજરાત ચેપ્ટરની EOGM (એકસ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટીંગ) તાજેતરમાં ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં ૨૦૨૧થી ૨૦૨૩ની બે વર્ષની ટર્મ માટેના ગુજરાત ચેપ્ટરના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા.

ચૂંટાયેલા હોદ્દેદારોમાં ચેરમેન તરીકે મનીષભાઇ શર્મા (મો. ૯૫૨૫૦ ૨૦૨૪૩) સેક્રેટરી તરીકે અંકિતભાઇ બજાજ (મો. ૯૩૨૭૭ ૬૧૯૯૧) ટ્રેઝરર તરીકે સોહેલભાઇ કાદરી (મો. ૯૮૨૫૨ ૬૦૯૩૪) તથા કમિટિ મેમ્બર્સ તરીકે રોનકભાઇ શાહ (મો. ૯૮૨૫૧ ૯૭૨૩૩) અને અંશુલભાઇ શાહ (મો. ૯૮૯૮૦ ૮૪૨૪૨) નો સમાવેશ થાય છે. TAFIના રાજકોટ સિટી કન્વીનર તરીકે દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩)ની નિમણુક કરવામાં આવી છે.

TAFI સમગ્ર ભારતના મેમ્બર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટસને સરકારની વિવિધ ટુરીઝમ પોલીસીની જાણકારી આપે છે અને કાયદાઓ તથા નિયમોથી માહિતગાર કરે છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટસના હિતોના રક્ષણ માટે ઘણા કિસ્સામાં અસંગત લાગતા કાયદા કે નિયમો સામે યોગ્ય લડત પણ આપતુ હોવાનું જાણવા મળે છે. TAFI દરેક ડેસ્ટીનેશન ઉપર હોટલ્સ સાથે પણ લાયઝીંગમાં રહે છે અને સાથે સાથે જોઇન્ટ બેન્ક ગેરેંટી સ્કીમનો લાભ પણ સભ્યોને આપે છે. આ સ્કીમ હેઠળ TAFI પોતાના સભ્યો વતી IATA  (ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન)ને બેન્ક ગેરેંટી આપતી હોવાનું હોદેદારો જણાવી રહ્યા છે.

કોરોનાની વેકસીન આવી જતા અને ધીમે -ધીમે ક્રમશઃ સમગ્ર દેશમાં કોરોના નબળો પડતો જતો હોવાનું દેખાઇ રહ્યું છે. ત્યારે સમગ્ર ટુરીઝમ ઇન્ડસ્ટ્રી ફરી પાછી પુરપાટ ઝડપે ચાલવા માંડે તેવી આશા સેવાઇ રહી છે. ભારતના વિવિધ ડેસ્ટીનેશન્સ એક પછી એક ખુલતા જાય છે. ફોરેનમાં દુબઇ તથા માલદિવ્ઝ શરૂ થઇ ગયા છે અને શ્રીલંકા ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧થી ખૂલી રહ્યું છે.

(12:04 pm IST)