Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આરોગ્ય કેન્દ્ર ખાતે રપમી સુધી ગર્ભસંસ્કાર કેમ્પ યોજાશે

રાજકોટઃ ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરમાં તમામ સગર્ભા બહેનોનાં જન આરોગ્ય હિતાર્થે તા. ૧૭ તથા તા. રપ સુધી ગર્ભ સંસ્કાર કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૦૯ થી ૧ર રાખેલ છે. આ કેમ્પમાં ગાયત્રી પરિવાર સંસ્થાના તમામ સદસ્યઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર પર ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન આપશે. ઉકત વિગતે તા. ૧૭નાં શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ''ગર્ભ સંસ્કાર કેમ્પ''નું ઉદ્દઘાટન રાખેલ હતું. આજના ગર્ભ સંસ્કાર કેમ્પનું ઉદ્દઘાટન ડે. મેયર અશ્વીનભાઇ મોલીયાએ કરેલ હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા માન. નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. વીરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, ગાયત્રી શકિતપીઠના પીનાકીનભાઇ રાજયગુરૂ તથા લાભાર્થી બહેનો વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આજથી તા. રપ સુધી રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત તમામ આરોગ્ય કેન્દ્રો પર તમામ સગર્ભા બહેનો માટે ગર્ભ સંસ્કાર કેમ્પની શરૂઆત કરેલ છે.

(3:57 pm IST)