Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ઋષીવાટીકામાં મકાનમાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા

મકાન માલીક વિજયસિંહ, કિશોર, પાલજી, હાસમશા, રમેશ અને મોહનની ધરપકડ

રાજકોટ, તા., ૧૮: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ધરમનગર પાછળ ઋષી વાટીકામાં આવેલા મકાનમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, હેડ કોન્સ. હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ તથા નિર્મળસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે જેન્તીગીરી અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે ધરમનગર પાછળ ઋષીવાટીકા શેરી નં. ૧ બ્લોક નં. ઇમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક વિજયસિંહ મહિપતસિંહ ગોહીલ (ઉ.વ.૩ર) તથા કણકોટ પાટીયા પાસે રહેતા કિશોર પુંજાભાઇ પારધી  (ઉ.વ.૩૧), નાનામવા દેવનગર-રના પાલજી રેવજીભાઇ વાઘેલા (ઉ.વ.પ૮), દુધસાગર રોડ શ્રમજીવી સોસાયટીનો હાસમશા રહેમાનશા શાહમદાર (ઉ.વ.પપ) નાનામવા મેઇન રોડ પરનો રમેશ જીવણભાઇ પરમાર (ઉ.વ.૩૬) તથા દેવનગર-રના મોહન ભલાભાઇ મકવાણા (ઉ.વ.૪ર)ને પકડી લઇ ૂરૂ. ર૩ર૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)