Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

'ધરા મિત્ર આહાર આરોગ્ય મેળો ૨૦૨૦' સંપન્ન : ૫૦ હજાર મુલાકાતીઓએ લાભ લીધો

રાજકોટ : ધરા મિત્ર સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળ દ્વારા તાજેતરમાં 'આહાર આરોગ્ય મેળો-ર૦૨૦' યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડુત હાટ, સાત્વીક ભોજન, આરોગ્ય નિદાન, આરોગ્ય ફિલ્મો, પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન, આરોગ્ય વાર્તાલાપ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત ૩ દિવસ સુધી અપાયા હતા. આશરે ૫૦ હજારથી વધુ મુલાકાતીઓએ લાભ લીધો હતો. પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો. મુખ્ય અતિથી તરીકે રાજકોટના રાણીશ્રી કાદમ્બરીદેવીજી તથા ડી.સી.પી. મનોહરસિંહજી જાડેજા ઉપસ્થિત રહેલ. આરોગ્ય વિભાગમાં તજજ્ઞ તરીકે આઇ સર્જન ડો. પિયુષ ઉનડકટ, નેચરોપથીના કમલેશ સોલંકી, ડો. જયદિપ ગણાત્રા, ડો. મૈલી ગણાત્રા, ડો. ધર્મેશ ગોહેલ, ડો. પિયુષ ઉનડકટ, ડો. ઋષભ વશા, ડો. ભાર્ગવ મહેતા, ડો. અપૂર્વા બારોટ, ડો. મીરા સુતરીયા, ડો. કાજલ તકવાણી ઉપસ્થિત રહ્યા હતા.  સૌ.યુનિ. હોમ સાયન્સ તજજ્ઞ ડો. રેખાબા જાડેજા તેમજ ટીમ લીડર તરીકે પ્રતાપરાય મહેતા, અનિરૂધ્ધસિંહ, રાધીકાબેન, સૈફાલીબેન, ઇલાબા, સોનલબેન, ધ્રુવરાજ, વારીશભાઇ, પ્રેમકુમાર, યશ સોની અને બાલભવનની ટીમે વિશેષ સહયોગ આપેલ. ઓસમ, પાઠક સ્કુલ, સોમનાથ સ્કુલ, ત્રિદલ સ્કુલ, કડવીબાઇ કનયા છાત્રાલયના સ્ટોલે વિશેષ આકર્ષણ જમાવ્યુ હતુ. સાંજે ગીત સંગીતના કાર્યક્રમો રજુ થયા હતા. સહયોગી તમામનો સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળના અધ્યક્ષા અલ્પાબા જાડેેજાએ આભાર વ્યકત કરેલ.

(3:48 pm IST)