Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ચિત્રકુટધામ સોસાયટીમાં મિલકત બાબતે વૃદ્ધ માતા-પિતાને પુત્ર આનંદની ધમકી : તોડફોડ

વૃદ્ધ પરસોતમભાઇ ખૂંટની ફરીયાદ : પુત્ર આનંદની ધરપકડ

રાજકોટ, તા. ૧૮ : અમીન માર્ગ પર આવેલ ચિત્રકુટધામ સોસાયટીમાં મિલકત બાબતે પુત્રએ ઘરમાં તોડફોડ કરી વૃદ્ધ માતા પિતાને ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ અમીન માર્ગ પર આવેલ ચિત્રકુટધામ સોસાયટી શેરી નં.૪માં રહેતા પરસોત્તમભાઇ ભુટાભાઇ ખુંટ (ઉ.વ.૬૧) તેમના પત્ની બંને રાત્રે પોતાના ઘરે હતાં ત્યારે પુત્ર આનંદ પરસોતમભાઇ ખુંટ (ઉ.વ.૩ર) ઘરમાં આવી મિલકતમાં ભાગ બાબતે વૃદ્ધ માતા-પિતા સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને રસોડાની બારીનો કાચ તોડી નાખ્યો હતો અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધે પોલીસને જાણ કરી હતી. જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.કે. માઢકે વૃદ્ધ પરસોતમભાઇની ફરીયાદ પરથી પુત્ર આનંદ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

(3:40 pm IST)