Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આતુરતાનો અંત સોમવારે નાટક 'જાવેદા' રજૂ થશે

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર, નેટ ફિલકસની ફિલ્મો અને વેબ સિરીઝના રાઈટરની કલમે ગુંથાયેલું સુંદર નાટક : ૧૧ કલાકારોની ટીમ ખૂબ જ ટેલેન્ટેડ : ૧૯૯૨ના કોમી રમખાણો, તેમાં છુટ્ટુ પડી જતું એક પ્રેમી યુગલ અને પછીની તેમની મનોદશા અને તેમના પ્રેમનો અંત રોમાંચક અને બોલ્ડ રીતે દર્શાવાયો છે : જરૂર નિહાળજો

રાજકોટ, તા. ૧૮ : વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હર-હંમેશ વિષયો માં વૈવિધ્યસભર અને રાજકોટમાં ભાગ્યે જ આવતા અત્યંત બોલ્ડ વિષયો વાળા , કલાસિક નાટકો લાવવાની પરંપરા આગળ ધપાવતા, આ વખતે એવી સ્ટોરી લઈને આવી રહ્યા છે જે આપણો સમાજ સરળતાથી સ્વીકારતો નથી. પ્રખ્યાત વેબ પોર્ટલ નેટફ્લિકસ માટે ફિલ્મ લખી રહેલા અને કેટલીક વાઇરલ વેબ સિરીઝ અને કવિતાઓ ના લેખક એવા નાટકના રાઇટર - ડિરેકટર શ્રી નવલદીપ સિંઘ જણાવે છે કે આપણું નાટ્ય જગત મોટે ભાગે કલાસિકના એડપ્શન માટે જ સીમિત રહી ગયું છે, મૌલિકતા મોટે ભાગે ખુબ ઓછી જોવા મળે છે. જાવેદા દ્વારા અમે સમાજના આપણી આજુબાજુ માં ઘટતા સળગતા મુદ્દાઓ ને અમારી આંખો દ્વારા સમાજ સામે આયના સ્વરૂપે મુકવા માંગીએ છીએ તેમ જણાવ્યુ હતું.

અગાઉ જણાવી ગયા છીએ તેમ નાટક મુંબઈ નું છે અને દેશ ભરમાં ૨૫ થી પણ વધારે શો કરી ખુબ પ્રશંશા મેળવી હવે રાજકોટ આવી રહ્યું છે. કુલ ૧૧ કલાકારો ની ટીમ ખુબ ટેલેન્ટેડ અને એનર્જી થી ભરપૂર છે જેમાં વિખ્યાત બોલિવૂડ ફિલ્મો, હિન્દી સિરિયલો, વેબ સિરીઝ અને મુંબઈ થિએટરના ટેલેન્ટેડ કલાકારો પાત્રો ભજવી રહ્યા છે .

નાટકની પૃષ્ઠભૂમિ માં ૧૯૯૨ વખતના કોમી રમખાણો , તેમાં છુટ્ટુ પડી જતું એક પ્રેમી યુગલ અને પછીની તેમની મનોદશા અને તેમના પ્રેમનો અંત ખુબ રોમાંચક અને બોલ્ડ રીતે દર્શાવામાં આવ્યો છે.

નાટકના બુકિંગ વિષે રાજકોટનો રિસ્પોન્સ જણાવતા વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના કુ. દેવલ વોરા જણાવે છે કે હવે બહુ થોડી સીટો બચી છે, નાટ્ય રસિકો ફટાફટ બુકિંગ કરાવી રહ્યા છે કારણકે એક ચોક્કસ ચાહકવર્ગને ખબર છે કે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હંમેશા હટકે નાટકો લઈ આવે છે અને આવા નાટકો ફરીથી કયારેય રાજકોટ માં આવતા નથી . માટે તેઓ અનુરોધ કરે છે જો ખરેખર એક શુદ્ઘ નાટ્ય તત્વ ધરાવતું , અને સમાજના ચીલાચાલુ પાસાઓને આવરતાં , હલકી શાબ્દિક કાઙ્ખમેડી કરતાંઙ્ગ કે નિમ્ન કક્ષાની ભાષાથી કે કોઈ ચોક્કસ જાતિને ઉતારી પાડી કાઙ્ખમેડી કરતા નાટકો ની સરખામણીમાં શ્નહ્વક્નઉચદ્વક્ન શ્ન એક ઉત્ત્।મ પ્રકારનું , થાઙ્ખટઙ્ગ પ્રોવોકિંગ અને પોતાના કોમ્પોઝિશન થી, અરે ત્યાં સુધી કે કલાકારોના કપડાં (કોસ્ચુમ્સ ) થી પણ પોતાની વાત સટીક રીતે રજુ કરતુ નાટક છે તો આવું નાટક ચોક્કસ પણે ન જ ચૂકવું જોઈએ કારણકે આવા નાટકો ફરી કયારે જોવા મળે તેવી ખબર નહિ !!

તો રાજકોટ વાસીઓ તૈયાર છો આવા એક અલગ જ પ્રકારના નાટક માટે ? મળીએ : તા. ૨૦ જાન્યુઆરી , સોમવાર, હેમુ ગઢવી હોલ મીની ખાતે . બુકિંગ માટે  મો.: ૯૦૨૩૨૮૨૪૦૭.

જૂજ ટિકીટો જ બાકી : ફટાફટ બુક કરાવી લ્યો : હેમુ ગઢવી હોલ ખાતેથી પણ ટીકીટ મળશે : બુકીંગ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭

(1:18 pm IST)
  • નિર્ભયા કેસના દોષિત આરોપીઓ માટે નવુ ડેથ વોરંટ જાહેર થયું : તમામ આરોપીઓને હવે 1 ફેબ્રુઆરી એ સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવશે તેમ ન્યુઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 5:10 pm IST

  • સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી વિખેરી નખાયું : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ કર્યો આદેશ access_time 9:24 pm IST

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણના પ્રદેશ પ્રમુખ તરીકે દીપેશ ટંડેલની નિયુકતી : સંબિત પાત્રાએ દીપેશ ટંડેલના નામની જાહેરાત કરીઃ બંને સંઘપ્રદેશનું એક પ્રદેશ તરીકે વિલીનીકરણ થતા હવે એક જ પ્રદેશ પ્રમુખ રહેશે access_time 1:05 pm IST