Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સોમવારે ૨૪મો ઉર્ષ તુર્કીયાહઃ બે દિ'કાર્યક્રમો

રવિવારે ગુસ્લ શરીફ, સોમવારે આમ ન્યાઝઃ બાળકોને કિરઆતની સનદ અર્પણ કરાશે

રાજકોટ,તા.૧૮: દારૂલ ઉલુમ રઝવીયા બરકાતીયાના હોનહાર પ્રમુખ હાજી યુસુફભાઈ જુણેજા, સેક્રેટરી આરીફભાઈ ચાવડા તથા ટ્રસ્ટીમંડળની યાદીમાં મુજબ આગામી તા.૨૧ના સોમવારે આજીડેમ ચોકડી, ઘાંચીની વાડી રાજકોટ ખાતે મુજાહીદે સૌરાષ્ટ્ર મુબ્બીગે મસ્લકે આલા હઝરત, નમુનાએ અલ્ફાજ, આલીમે બા અમલ, વલીયે કામીલ, સુફીયે બાસફા પીરે તરીકત હઝરત મૌલાના ઈબ્રાહીમ સાહેબ તુર્કી (કાદરી બરકાતી રઝવી નુરી) ખલીફાએ હુઝુર તાઝુલ ઔલમા (મારેહરા શરીફ) વ ખલીફાએ મુફતીએ આઝમે હિન્દ (બરેલી શરીફ) રહે.અલેયહેના ૨૪માં વાર્ષિક ઉર્ષ શરીફના મુબારક પ્રસંગે સૌરાષ્ટ્રભરના સુન્ની મુસ્લિમ બિરાદરોને ઉમટી પડવા અપીલ કરાઈ છે.

આ પ્રસંગે તા.૨૦ રવિવારે રાત્રે ૧૦:૩૦ કલાકે ગુસ્લ શરીફનો કાર્યક્રમ, તા.૨૧ સોમવારે સાંજે વેજીટેરીયન આમ ન્યાઝનો મગરીબની નમાઝ બાદ શાનદાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેનો હજારો લોકો લાભ લેશે. રાત્રે રૂહાની તકરીર તથા નાત શરીફનો શાનદાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં આસમાને ખીતાબત કે દરખશીન્દા સીતારે મુકર્રીરે મિલ્લત હઝરત અલ્લામા મૌલાના શાયાન રઝા સાહેબ કિબ્લા (યુ.પી.) ઝેરે સદારત કાઝીએ ગુજરાત ખલીફાએ હુઝુર તાજુશ્શરીઆ સૈયદ સલીમ બાપુ કિબ્લા (બેડી- જામનગર) તથા મહેમાને ખુસુસી, ઝૈરે હીમાયત ખલીફાએ હુઝુર તાજુશ્શરીઆ મુફિત અશરફ રઝા સાહબ (રતનપુર), ઝૈરે નીઝામત, ઝૈરે સિયાદત ખાદીમે એહલે સુન્નત અલ્હાઝ સૈયદ બોદુ બાપુ સાહેબ કિબ્લા (કલારીયા શરીફ) તથા હઝરત અલ્લામા મૌલાના મુસ્તુફા રઝા સાહેબ તથા ઝૈરે કિયાદત ખલીફાએ મશાઈએ ઐહલે સુન્નત હઝરત મૌલાના ગુલઝાર અહમદ સાહબ મારફાની સાહેબ, ઝેરે નિગરાની પ્રિન્સીપાલ બશીરબાપુ નિઝામી, ગોંડલના મશહુર નાતખ્વાં ગોંડલના જ.ફારૂક બરકાતી તથા શબ્બીર બરકાતી સાહબ તથા હઝરત અરશાહ સૈયદ આલે મુસ્તફા બાપુ તથા ઝૈરે ઈનાયત મૌલાના એહમદ રઝા સાહેબ કિબ્લા, ઝૈરે સિયાદત મૌલાના હાફીઝ વ કારી સૈયદ શઆદત અલી બાપુ કિબ્લા (પોરબંદર), ઝેરે નિઝાયત ખલીફાએ તાજુશ્શરીયાઅ, મૌલાના સૈયદ અલ્હાજ સિકંદરબાપુ કાદરી, રાજકોટ, ઝેરે આતેફત, હઝરત અલ્લામા, મૌલાના શૌકતઅલી સાહેબ, અ.કરીમ સાહેબ, હનફી, મૌલાના સાદીક સકાફી સાહેબ, હાફીઝ જાવિદ રજા સાહેબ, ગુલામ યઝદાની સકાફી સાહેબ, આસીફ નઈમી સાહેબ, મહંમદ નીયાસ સાહેબ, ખ્યાતનામ ઉલમાએ દિનનની ખાસ હાજરી આપી દુઆએ ખૈર કરશે. કુલ શરીફ ફાતેહાખાની રાત્રે ૩:૩૦ કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર આસ્તાનાએ તુર્કીયા બિલ્ડીંગને લાઈટ ડેકોરેશનથી સુશોભિત કરી આકર્ષિત કરવામાં આવેલ છે તથા રોનકએ સ્ટેજ, રાજકોટની તમામ મસ્જિદો અને મદ્રેસાઓના ઈમામ સાહેબો શોભવશે. તો આ ઉર્ષમાં ઉમટી પડવા ટ્રસ્ટી મંડળ તરફથી અપીલ કરવામાં આવી છે.

તદ ઉપરાંત આ ટ્રસ્ટના પ્રમુખ મુફતી હાફિઝ અશરફ સાહેબ (રતનપુર) અને ઉપપ્રમુખ મુસ્લિમ અગ્રણી હાજી યુસુફભાઈ જુણેજા, ટ્રસ્ટી આરીફ ચાવડા તથા પ્રિન્સીપાલ, બસીરબાપુ, નિઝામી, નિઝામભાઈ ચાવડા, ટ્રસ્ટી મંડળના જણાવ્યા મુજબ દારૂલ ઉલુમ રઝવીયા બારકાતીયાહ રાજકોટ દ્વારા બાળકોને કારી, હાફીઝ, આલીમ સહિતની દીની તાલીમ ઉપરાંત પૈગમ્બરે ઈસ્લામે આપેલા કોમી એકતા અને ભાઈચારાના પાઠ શીખવવામાં આવે છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજના શિક્ષણનું પછાતપણું દુર કરવા તથા મુસ્લિમ વિદ્યાર્થીઓને કવોલીટી શિક્ષણ મળે તે માટે અંગ્રેજી માધ્યમ સાથે ધો.૬ થી ૧૨ અને આ વર્ષે ૧૨ થી ડીગ્રીર સુધીના અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાખોના ખર્ચે મસ્જિદ ઉપર બીજો માળ તથા બાળકોની તાલીમ માટે બે હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ટ્રસ્ટનું સુકાન નવયુવાન, ઉદ્યોગપતિ હાજી યુસુફભાઈ જુણેજાએ સંભાળ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે સોશ્યલોજી ડીપાર્ટમેન્ટ તરફથી દરેક ધર્મની ઓળખ માટે એક એકઝીબીશન રાખવામાં આવેલ. જેમાં આસ્તાને તુર્કીયાના વિદ્યાર્થીઓ દ્વારા ઈસ્લામ શું છે અને તેની ખુબસુરતી વિશે જાણકારી આપેલ હતી. આ જાણી હજારો લોકોએ પ્રભાવિત થઈ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા. આ પ્રદર્શનમાં જુદા જુદા ધર્મના લોકોએ પોતાનો સ્ટોલ રાખી અને દરેક ધર્મની જાણકારી અને સમજણ આપેલ હતી.

 સોમવાર સવારથી સાંજ સુધી આસ્થાને તુર્કીયાના તુલબાઓના કાર્યક્રમ રાખેલ છે. જેમાં નાત શરીફ, મનકબત વિવિધ ભાષામાં અંગ્રેજી, ગુજરાતી, ઉર્દુ, અરબી ભાષામાં તકરીર યોજવામાં આવશે.

 

(4:18 pm IST)
  • છોટા ઉદેપુરમાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રનું મોત : ગુરૂવારે રાતે બોડેલી પાસે થયો હતો અકસ્માતઃ માતા અને પુત્રનુ ઘટના સ્થળે નિયજયુ હતુ મોત access_time 4:07 pm IST

  • ઓમપ્રકાશ રાજભરેકહ્યું હ્યું કે ભાજપ આ સમયે કુંભ, રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી પરેશાન access_time 1:09 am IST

  • દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST