Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મનોજભાઈ ગીફટ ખજાનાનો સંકેલો કરી આત્મ ખજાનો પ્રાપ્ત કરોઃ પૂ.નમ્રમુનિ મ.સા.

પૂ.નમ્રમુનિ મ.સા., પૂ.સ્મિતાબાઈ મ.સા.ના મનોજ ગીફટ ખજાનામાં પગલા

રાજકોટઃ રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા., શાસન ચંદ્રિકા ગુરણી મૈયા પૂ.હીરાબાઈ મસ.ના સુશિષ્યા તપસ્વી રત્ના પૂ.સ્મિતાજી મ.સ., નૂતન દીક્ષિત પરમ સ્વમિત્રાજી સહિત વિશાળ સતિવૃંદના જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાની દુકાન ''મનોજ ગીફટ ખજાના'' માં પાવન પગલાં થયેલ. મનોજ ડેલીવાળા તથા રાકેશ ડેલીવાળાએ ચતુર્વિધ સંઘનું અંતરના અહોભાવથી સ્વાગત કરી ધન્યતા અનુભવેલ.

તપસ્વી રત્ના પૂ.સ્મિતાજી મ સ.એ કહ્યું કે મનોજભાઈ તમોએ તમારી લાડકવાયી લાડકી સુપુત્રી આરાધના ( પરમ આરાધ્યાજી મ.સ.) રૂપી ખજાનો જિન શાસનને અર્પણ કરી શ્રેષ્ઠતમ સદ્દકાર્ય કર્યું છે. હવે,તમે પોતે જ ગોડ ગીફટ પ્રાપ્ત કરી  અરિહંતનો ઉપહાર અંગીકાર કરવા વહેલા - વહેલા પ્રયાણ કરજો.

આ શુભ અવસરે ગોંડલ નવાગઢ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના સુરેશભાઈ કામદાર, જુનાગઢ સંઘના પ્રમુખ લલિતભાઈ દોશી, જૈન ચાલ સંઘના પ્રમુખ પરેશભાઈ સંઘાણી, મહાવીર નગર સંઘના માનદ્દ મંત્રી પ્રતાપભાઈ વોરા, નેમિનાથ - વીતરાગ સંદ્યના પ્રમુખ ભરતભાઈ દોશી,શેઠ ઉપાશ્રયના હેમલભાઈ મહેતા, ઉવસગ્ગહરં સાધના ભવનના અલ્પેશભાઈ મોદી, સંજયભાઈ શેઠ, સુશીલભાઈ ગોડા, રોયલ પાર્ક સંઘના અમીશભાઈ શાહ, જુનાગઢના પ્રો.વી.એસ. દામાણી સહિત અનેક જૈન અગ્રણીઓ તથા મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહેલ.

પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબે મનોજ ડેલીવાળાને હિતશિક્ષા આપતા કહ્યું કે મનોજભાઈ ગીફટ ખજાનાનો સંકેલો કરી ''આત્મ ખજાનો'' પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનો. શાસ્ત્રો અને કલમના માધ્યમથી પ્રચાર - પ્રસારમાં નિમિત્ત બની જિન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરી ધર્મના કાર્યમાં સહાયક બનજો.(૩૦.૬)

 

(4:17 pm IST)
  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST

  • કોલંબીયામાં કાર બોમ્બ વિસ્ફોટઃ ૧૦ના મોત, ૬૫થી વધુ ઘાયલ :કોલંબીયાની રાજધાની બોગોટામાં એક પોલીસ કેડેટ ટ્રેનીંગ એકેડમીમાં પ્રચંડ કાર વિસ્ફોટ : અફરાતફરી મચી ગઈ access_time 3:14 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST