Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આત્મન યુવા ગ્રુપનું સ્નેહમિલન

 આત્મન યુવા ગ્રુપ દ્વારા ત્રીજુ સ્નેહમિલન મુકેશભાઈ મકવાણા-પ્રમુખ પી.એલ. મકવાણા-સમાજવાડી ચુડા શહેર (ટ્રસ્ટી શ્રી કસ્તુરબા આશ્રમ-કસ્તુરબાધામ-ત્રંબા)ના મુખ્ય મહેમાન પદે તથા અતિથિ વિશેષ અલ્કેશભાઈ ચાવડા (યુવા ઉદ્યોગપતિ), મંજુલાબેન મકવાણા (નવસર્જન ટ્રસ્ટ) તેમજ સમાજ શ્રેષ્ઠીઓ, ભાઈઓ-બહેનો અને બાળકોની બહોળી ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યુ હતું. ગ્રુપના સભ્યોએ આ સંસ્થાનો દસ વર્ષનો સવિસ્તાર અહેવાલ રજૂ કર્યા બાદ પ્રોજેકટરના માધ્યમથી પ્રવૃતિઓ બતાવવામાં આવી હતી. ગ્રુપ દ્વારા સંચાલીત નવજીવન સ્વપ્ન સહાયતા જુથ (બચત મંડળ)ના દરેક સભ્યોને ડો. બાબા સાહેબનો ચાંદીનો સિક્કો, કેલેન્ડર અને બોનસ મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે બુદ્ધ વંદના, સ્વાગત ગીત, શિક્ષણ જાગૃતિ, વ્યસનમુકિત અને બચતનું મહત્વ સમજાવતા લઘુ નાટકો રજુ થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ રાઠોડની આગેવાનીમાં નિલેશભાઈ પરમાર, ઈશ્વરભાઈ વાણીયા, નિલેશભાઈ ગોહીલ, નયનાબેન રાઠોડ, સ્નેહાબેન ગોહેલ, મહેન્દ્રભાઈ પરમાર, પરાગ રાઠોડ, મયુરભાઈ રાઠોડ, અમીતભાઈ રાઠોડ, જગદીશભાઈ ચાવડા, અશોકભાઈ ચૌહાણ, વિશ્વાસભાઈ વાણીયા, આનંદભાઈ વાણીયા, નરેશભાઈ ચાવડા, વિશાલભાઈ પારઘી, સુરજભાઈ મકવાણા, રાજુભાઈ માકડીયા, જીજ્ઞેશભાઈ વાઘેલા, નયનભાઈ વોરા, પથિકભાઈ બગડા, જલ્પેશભાઈ વાઘેલા, સાગરભાઈ ગોહીલ, બળદેવભાઈ વાણીયા વગેરે તેમજ ડો. ભીમરાવ સ્ટડી સેન્ટરના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.(૨-૧૩)

(4:16 pm IST)
  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST

  • યોગી સરકારે ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરીઃ બધા પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ થશે. ગુજરાત,ઝારખંડ પછી હવે યુપી ત્રીજુ રાજ્ય બન્યું છે જેણે ૧૦% અનામતની માંગણી સ્વીકારી લીધી છે. access_time 3:40 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યું કે રાષ્ટ્ર મંચના પ્રતિનિધિ તરીકે મમતા બેનર્જીની રેલીમાં જઈશ ; શત્રુઘ્નસિંહાએ કહ્યું કે હજુ સુધી પાર્ટી પ્રત્યે મારી વફાદારી પર સવાલ કરી શકાય નહીં,હું ભાજપમાં ત્યારે સામેલ થયો હતો જયારે તે બે સાંસદની પાર્ટી હતી access_time 1:18 am IST