Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સોનાના ઘરેણા ખરીદી બીલ પેટે આપેલ ચેકરિટર્ન થતા અદાલતમાં ફરિયાદ

રાજકોટ તા.૧૮: અત્રેના અનિશાબેન ભુપેન્દ્રભાઇ ઝીંઝુવાડીયાએ રાજકોટના સોની લક્ષ્મીકાન્ત એન્ડ બ્રધર્સના માલીક મનસુખભાઇ પાલા પાસેથી સોનાના દાગીના ખરીદ કરેલ અને બીલ મુજબની રકમ ચુકવવા રૂ.૫૫,૦૦૦ પુરાનો ચેક આપેલ તે ચેક રીર્ટન થતા સોની મનસુખભાઇ પાલાએ કોર્ટ રાજકોટ સમક્ષ ફરીયાદ કરતા આરોપી અનિશાબેન ઝીંઝુવાડીયાને કોર્ટમાં હાજર થવા ફરમાન કરેલ છે.

આ કેસની વિગતે અનિશાબેન ભુપેન્દ્રભાઇ ઝીંઝુવાડીયા (સોની)એ સોની લક્ષ્મીકાંત એન્ડ બ્રધર્સ સવજીભાઇની શેરી સોની બજાર રાજકોટ ખાતેથી ૧૮/૧૬૦ ગ્રામના સોનાના દાગીના તા.૦૧/૧૦/૧૮ના ખરીદ કરેલ જેના બીલની રકમ રૂ.૫૫,૦૦૦/- ચુકવવા આરોપી અનિષાબેન દ્વારા તા.૦૧/૧૦/૧૮ના રોજ બીલ મુજબની રકમ ચુકવણી કરવા રાજકોટ નાગરીક સહકારી બેન્ક ભુપેન્દ્ર રોડ શાખા રાજકોટનો ચેક આપેલ જે બીલ તથા ચેક મુજબની રકમ કાયદેસર ચુકવવા અનિશાબેન જવાબદાર હોવા છતા ચેકની રકમ મુજબ ભંડોળ અપુરતુ રાખી ચેક રીટર્ન થતા ચેક મુજબની રકમ સોની વેપારીને નહી મળતા સોની વેપારીએ એડવોકેટ મારફત નોટીસ મોકલેલ છતા આરોપી અનિશાબેન દ્વારા ચેક મુજબની રકમ નહિ ચુકવી નેગોશીયેબલ એકટ મુજબનો ગુન્હો બનવા પામતા ફરીયાદીએ નામદાર કોર્ટ રાજકોટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરી આરોપીને સખ્ત નશ્યતે પહોંચાડવા ઘા નાખેલ જેમાં આરોપીને તા.૦૮/૦૨/૨૦૧૯ના રોજ હાજર થવા આદેશ ફરમાવેલ છે.

ફરીયાદી સોની લક્ષ્મીકાન્ત એન્ડ બ્રધર્સના માલીક મનસુખભાઇ પાલા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, હિરેન ડી.લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રગીરી ગોસ્વામી, વિરલ વડગામા, ભુમીતાબેન, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી વકીલ તરીકે રોકાયેલ હતા.(૭.૧૬)

(3:35 pm IST)
  • લોકસભાની ચૂંટણી માર્ચમાં યોજાઈ તેવી શકયતા : નવી દિલ્હીથી પીટીઆઈના સૂત્રો મુજબ આગામી માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છેઃ બીજા સપ્તાહમાં ચૂંટણી થાય તેવી સંભાવના : નોંધનીય છે કે ૨૦૧૪માં પણ માર્ચમાં ચૂંટણી યોજાયેલ access_time 5:58 pm IST

  • ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો : પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ...હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા access_time 4:07 pm IST

  • કર્ણાટકની ગઠબંધન સરકાર ઉપર ફરીથી ખતરાના એંધાણ : કોંગ્રેસ પાર્ટીએ શક્તિ પ્રદર્શન માટે બોલાવેલી મિટિંગમાં 4 અસંતુષ્ટ ધારાસભ્યો ગેરહાજર : ભાજપ દ્વારા સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આક્ષેપ access_time 8:26 pm IST