Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાઇબ્રન્ટ સમીટ

RMCના ૪૮૮૨ કરોડના ૧૩૧ MOU

રેસીડન્સમાં ૮૦ પ્રોજેકટો અને ર૧ કોમર્શીયલ ત્થા સ્માર્ટ સીટીનાં પાંચ પ્રોજેકટોનાં કરારો : મેયર બીનાબેન આચાર્ય - કમિશ્નર બંછાનીધિની જાહેરાત

રાજકોટ તા. ૧૮ :.. રાજય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ સમીટમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા ૪૮૮ર કરોડનાં ૧૩૧ જેટલાં એમ.ઓ.યુ. થયાનું મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ  ત્થા મેયર બીનાબેન આચાર્યએ જાહેર કર્યુ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ વિસ્તૃત વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે 'વાઇબ્રન્ટ સમીટમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર, હાઉસીંગ અને વાણીજય વગેરે ક્ષેત્રોમાં બાંધકામો સહિતના પ્રોજેકટોનાં એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે.'

જેમાં હાઉસીંગ એટલે કે રેસીડેન્સ ક્ષેત્રમાં ૮૦, કોમર્શીયલનાં ર૧, સ્માર્ટ સીટીનાં પ અને કોમર્શીયલ ત્થા રેસીડેન્સ બન્ને  મીકસ હોય તેવા ર૪ અને અન્ય ૧ સહિત કુલ ૧૩૧ પ્રોજેકટોનાં  કરારો થશે. શ્રી પાનીએ ઉમેર્યુ હતું કે તેઓ ઉપરોકત  એમ.ઓ.યુ.માં સાઇન કરવા જશે.

(3:34 pm IST)