Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભુવા ટીંબા ગામના ખેડુત સામે અઢી લાખનો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ તા ૧૮ : ભુવા ટીંબા ગામ (તા. સુત્રાપાડા- જી. કોડીનાર) ખાતે રહેતા અને ખેતી કામ કરતા અશ્વીન મનુભાઇ ગોહેીલ ઉપર રાજકોટ શહેરના રહીશ અમરભાઇ જેન્તીભાઇ બવારીયા (ફરીયાદી) દ્વારા રૂા ૨.૨૫ લાખના ચેક રીટર્ન ની ફરીયાદ  દાખલ કરવામાં આવતા, રાજકોટ ના એડી.ચીફ  જયુડી. મેજી.  શ્રી આર.એસ. રાજપુતે  આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

ફરીયાદની ટુંકી હકીકત એવી છે કે, ભુવા ટીંબા ગામ (સુત્રાપાડા- જી. કોડીનાર) ખાતે રહેતા અને  ખેતી કરતા અશ્વીન મનુભાઇ ગોહીલ વિરૂધ્ધ રાજકોટ શહેરના રહીશ અમરભાઇ જેન્તીભાઇ બવારીયા (ફરીયાદી) પાસેથી આરોપી અશ્વીનભાઇ ગોહીલે પોતાની ખેતીના વીકાસ તેમજ અંગત જરૂરીયાત અર્થે હાથ ઉછીના  રૂપીયા પ  લાખ સંબધના દાવે મેળવેલ હતા, જે રકમ ફરીયાદી અમરભાઇએ  પરત માંગતા આરોપીએ  તેના  બેન્ક ખાતાનો  રૂપીયા ર.૫ લાખનો ચેક લખી આપેલ, જે ચેક અપુરતા ભંડોળના કારણે વગર ચુકવણે પરત ફરેલ, જેથી ફરીયાદીએ તેના વકીલશ્રી મારફત ચેક રીટર્ન અંગેેની   નોટીશ આપ્યા  બાદ આરોપીએ નાણા ચુકવેલ નહીં, જેથી ફરીયાદી  સુનીલભાઇએ તેના વકીલશ્રી સંજય એચ.પંડિત મારફત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે અનુસંધાને કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવા  સમન્સ ઇસ્યુ કરેલ છે. (૩.૯)

(3:33 pm IST)