Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

બાંધકામો સાઇટો પર મજુરો માટે સુવિધાયુકત ટોઇલેટ નહી રાખનાર બિલ્ડરો સામે પગલા લેવાશે

મ્યુ. કમિશ્નરનાં આદેશ બાદ ટી.પી. વિભાગ દ્વારા થશે કાર્યવાહી

રાજકોટ, તા., ૧૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી ટુંક સમયમાં બાંધકામ સાઇટોમાં ચેકીંગ હાથ ધરીને મજુરો માટે સુવિધાસભર ટોઇલેટ નહી રાખનાર બિલ્ડરો સામે પગલા લેવાનું શરૂ કરવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ હતું કે બાંધકામ સાઇટો ઉપર મજુરો માટે સુવિધાસભર ટોઇલેટ હોવુ ફરજીયાત છે. આમ છતાં કેટલાક સ્થળોએ માત્ર પતરા મુકી પાણી વગરના સ્વચ્છતાના અભાવવાળા ટોઇલેટો મજુરોને આપી દેવામાં આવતા હોવાથી ફરીયાદો છે. ત્યારે આગામી દિવસોમાં નવી બાંધકામ સાઇટોમાં વ્યવસ્થિત ટાઇલ્સો લગાવેલા પાકા-સુઘડ અને પાણીની લાઇન-ફલશની સુવિધાવાળા સુવિધા સભર ટોઇલેટ અંગે ચેકીંગ હાથ ધરાશે. જયાં આસુવિધા નહી હોય તેવા બિલ્ડીંગનું બાંધકામ અટકાવી દેવા સુધીના પગલા લેવાશે તેમ મ્યુ. કમિશ્નરે જણાવ્યું હતું.

(3:33 pm IST)