Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કુંભારવાડામાં ભાવેશભાઇ કોળી અને પુત્ર કોૈશિક પર આહિર શખ્સોનો હીચકારો હુમલો

મકાન પડાવી લેવાના ઇરાદે સતત હેરાનગતી થતી હોવાનો આક્ષેપઃ પિતા-પુત્ર હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૮: કુંભારવાડામાં રહેતાં કોળી પિતા-પુત્ર પર આહિર શખ્સોએ હીચકારો હુમલો કરી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કુભારવાડા-૬માં રહેતાં ભાવેશભાઇ ધીરૂભાઇ મકવાણા (કોળી) (ઉ.૪૩) ઘરે હતાં ત્યારે આ વિસ્તારના જ નિલેષ આહિર સહિતના શખ્સોએ આવી ઝઘડો કરી હુમલો કરી માર મારતાં પુત્ર કોૈશિક (ઉ.૧૭) બચાવવા આવતાં તેને પણ મારકુટ કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે એ-ડિવીઝનમાં નોંધ કરાવી હતી.

ભાવેશભાઇના કહેવા મુજબ તે અને પુત્ર ઓટો પાર્ટસનો ધંધો કરે છે. પોતાનું મકાન પડાવી લેવાના ઇરાદે ઘણા વર્ષથી હેરાન કરવામાં આવે છે. આજે પણ આહિર શખ્સોએ કારણ વગર ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. (

(3:32 pm IST)