Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

એમ.ડી. ડો. ઉમેશ ગોંડલીયાના સર્ટી ઉપરથી શ્યામ રાજાણીએ પોતાના નામનું બોગસ સર્ટી બનાવ્યું'તું

હોસ્પિટલ શરૂ કરી ત્યારે મંજુરી માટેની અરજીમાં સેવા આપવા આવનારા ડોકટરોના સર્ટીની કોપી રજૂ કરી હતીઃ તેમાંથી ડો. ગોંડલીયાના સર્ટીફિકેટની કોપી કાઢી લઇ તેનો ઉપયોગ કર્યો હતો

રાજકોટ તા. ૧૮: કુવાડવા રોડ પર બોગસ ડીગ્રીને આધારે લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરી દેનારા શ્યામ રાજાણીની પોલ પકડાઇ જતાં એક પછી એક ત્રણ ગુના દાખલ થયા હતાં. બોગસ ડીગ્રી બનાવવાના કેસમાં હાલમાં તે બે દિવસના રિમાન્ડ પર હોઇ બી-ડિવીઝન પોલીસે વિશેષ પુછતાછ કરતાં શ્યામે એવી કબુલાત આપી છે કે તેણે બોગસ ડીગ્રી એમડી ડો. ઉમેશ ગોંડલીયાની ડીગ્રી ઉપરથી બનાવી હતી.

શ્યામ રાજાણીએ કબુલ્યું છે કે તેણે બોગસ ડીગ્રી બનાવી તેમાં ડો. ઉમેશ ગોંડલીયાની ડીગ્રીની કોપીનો ઉપયોગ કર્યો હતો. પોતાને જે તે વખતે હોસ્પિટલ ચાલુ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવું હોઇ ત્યારે અરજીમાં કયા-કયા એમડી ડોકટરો સેવા આપવાના છે? તેના નામ અને તેની ડીગ્રીની કોપી પણ જોડવાની હતી. આવા ડોકટરોની યાદીમાં ડો. ઉમેશ ગોંડલીયાનું પણ નામ હોઇ તેની ડીગ્રીની કોપી શ્યામ રાજાણીએ હોસ્પિટલની મંજુરી માટેની અરજીમાં જોડી હતી. આ કોપીનો ઉપયોગ કરી બાદમાં લેપટોપની મદદથી શ્યામે પોતાની બોગસ એમડી ડોકટરની ડીગ્રી બનાવી લીધી હતી.

શ્યામના આજે સાંજે બે દિવસના રિમાન્ડ પુરા થતાં હોઇ તેને કોર્ટ હવાલે કરવામાં આવશે. જે જે ડોકટરોએ શ્યામની હોસ્પિટલમાં સેવા આપી છે તેના પણ પોલીસ નિવેદન નોંધી શ્યામ વિરૂધ્ધ નક્કર પુરાવા એકઠા કરશે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટંડેલ, પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:31 pm IST)
  • કાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST

  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST

  • બિહારમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કહ્યું કે ઇવીએમને ફૂટબોલ નહિ બનાવો : ભાજપ અને જેડીયુને ઝાટકી નાખ્યું :રાજદ અને ડાબેરીઓને પણ ખખડાવ્યા :લોકસભા ચૂંટણીની તૈયારી માટે બે દિવસ પટના પહોંચ્યું ચૂંટણી પંચ દ્વારા ચારેય પક્ષોની મુખ્યમાંગ ફગાવી :ચૂંટણી આયોગ પાસે ભાજપ અને જેડીયુએ મતદાતા પત્ર સાથે મતદાતા ઓળખકાર્ડ અનિવાર્ય બનાવવા માંગ કરી હતી :રાજદ અને સીપીઆઇએમએ ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા માંગ હતી access_time 12:53 am IST