Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કુવાડવા પંથકના ગામમાં પરપ્રાંતિય કુંવારી યુવતિને ગર્ભપાત થતાં તબિયત લથડી

દાહોદ તરફના પરિણીત શખ્સ થકી ગર્ભ રહ્યાનું યુવતિનું રટણઃ દસ દિવસ પહેલા આ શખ્સ ગામ મુકી ભાગી ગયોઃ મામલો પોલીસમાં પહોંચતા તપાસ

રાજકોટ તા. ૧૮: કુવાડવા પંથકના એક ગામમાં કોૈટુંબીક બહેન-બનેવી સહિતના પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતી આશરે ૨૨ વર્ષની કુંવારી યુવતિને આજે ગર્ભપાત થઇ જતાં તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. યુવતિને પેટમાં બે માસનો ગર્ભ હોઇ તેણે ગર્ભપાતની ગોળી મેડિકલ સ્ટોરમાંથી લઇને પીધા બાદ ગર્ભપાત થઇ જતાં અને તબિયત લથડી જતાં દાખલ કરવામાં આવી છે.

યુવતિના કોૈટુંબીક બનેવીના કહેવા મુજબ એક વર્ષ સુધી કુવાડવા પંથકના એક ગામમાં રહી ખેત મજૂરી કરતાં હતાં અને હાલમાં બે દિવસથી જ આ પંથકના અન્ય ગામે ખેત મજૂરીએ રહ્યા છે. અગાઉ જ્યાં રહેતાં હતાં ત્યાં નજીકમાં દાહોદ તરફનો ચાર સંતાનનો પિતા રહેતો હતો. તેણે પોતાની કોૈટુંબીક સાળીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધતા ગર્ભ રહી ગયાનું તેને જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)

(3:30 pm IST)