Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કાલાવડ રોડ પર જીમમાં બેંક કેશીયર ઓમકારસિંહ ઝાલાને જીમ ટ્રેનરે માર માર્યો

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર અનંતાનગરમાં રહેતાં અને બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતાં ક્ષત્રિય યુવાનને કાલાવડ રોડ પરની જીમમાં માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

અનંતાનગરમાં રહેતાં અને ડિસ્ટ્રીકટ બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતાં ઓમકારસિંહ મયુરસિંહ ઝાલા (ઉ.૨૭) સવારે આત્મીય કોલેજ સામે કોર્પોરેશન જીમમાં ગયા ત્યારે જીમ ટ્રેન મયુર ખાંડેખા અને બે અજાણ્યાએ ઝઘડો કરી ઢીકા-પાટુ અને પથ્થરથી માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે  યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મયુરસિંહ કહેવા મુજબ ગઇકાલે દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થયા બાદ આજે ફરીથી માથાકુટ કરી મારકુટ કરવામાં આવી હતી.

 

(3:30 pm IST)
  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST

  • અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ ટીફીન મળતા ડોગ સ્કવોર્ડ બોલાવાઈ : એરપોર્ટ સિકયુરીટી અને ડોગ સ્કવોર્ડની ટીમે એરપોર્ટ પર પડેલા ટીફીનની તપાસ કરી તો તે એરપોર્ટ કર્મચારીનું નીકળ્યુઃ કંઈ વાંધાજનક ન મળ્યુ access_time 6:00 pm IST

  • આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય ;આપ એકલી લોકસભા ચૂંટણી લડશે ;કોંગ્રેસે કહ્યું અમારા રાજ્ય એકમો પહેલાથી ગઠબંધનના વિરુદ્ધમાં હતા ;આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલરાયે કહ્યું કે અમે દિલ્હી,પંજાબ અને હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશું access_time 12:59 am IST