Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વીર દાદા જશરાજ શૌર્યદિન નિમિતે સાંજે આમંત્રણ રેલી

રથ, બાઇક, કાર સહીતના વાહનોમાં દોઢેક હજાર લોકો જોડાશે : મહીલા રાસોત્સવ સંપન્ન

રાજકોટ તા.૧૮ : વીરદાદા જશરાજ શૌર્યદીન નિમિતે લોહાણા સમાજ જ્ઞાતિ ભોજનનું તા. ૨૨ ના મંગળવારે આયોજન કરાયુ છે. ત્યારે કાર્યક્રમમાં રઘુવંશીઓને આમંત્રણ પાઠવવા આજે તા. ૧૮ ના ખાસ આમંત્રણ રેલીનું આયોજન કરાયુ છે.

આ અંગે રઘુવંશી પરિવારના આગેવાનોએ જણાવેલ કે જાગનાથ મંદિર ચોક ખાતે રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય શરૂ કરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમિયાન આજે બપોરે ૩ વાગ્યાથી રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલયેથી વિશાળ આમંત્રણ રેલી આરંભ થશે.

મુખ્ય રથ બાદ બુલેટ અને બાઇક સવારો તેમજ ડ્રેસકોડમાં સજજ યુવાનો સહીત દોઢેક હજાર લોકો આ આમંત્રણ રેલીમાં જોડાશે. તમામ રઘુવંશી સંસ્થાઓ અને મહીલા મંડળો સામેલ થશે.

ધર્મધ્વજ સાથેની આમંત્રણ રેલી ડો. યાજ્ઞીક રોડ, અકિલા ચોક, જિ.પં. ચોક, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, લીમડા ચોક, હરીહર ચોક, જયુબેલી ચોક, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, પેલેસ રોડ, કેનાલ રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ, ત્રિકોણબાગ, ડો. યાજ્ઞીક રોડથી રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલે પરત ફરી રાત્રે ૮.૩૦ વાગ્યે વિરામ પામશે. અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ છે.

માર્ગોમાં વિવિધ સ્થળે સ્વાગત માટેની તૈયારીઓ કરાઇ છે.

દરમિયાન પૂર્વ દિવસોમાં ચાલી રહેલ કાર્યક્રમોના ભાગરૂપે રઘુવંશી મહિલા સમિતિ દ્વારા રાસ ગરબા રાખવામાં આવતા ૨૫૦ થી વધુ મહીલાઓ તથા બાળકોએ ભાગ લીધો હતો.

અલગ અલગ ચાર ગ્રુપમાં વિજેતાઓ જાહેર કરાતા ગ્રુપ એ (બાળકો) માં મહેક પજવાણી, પીન્શા શીંગાળા, રૂત્વી નથવાણી, મોલી ચંદારાણા, બંસી કુંડલીયા, દેવાંશી કાનાબાર, જેનીશ પંચમતિયા, રૂદ્ર કકકડ તેમજ ગ્રુપ બી (દિકરીઓ), હિરલ તન્ના, દેવાંશી નથવાણી, વિધિ કાનાબાર, રિધ્ધિ કટારીયા, કન્વી કકકડ, ગ્રુપ એ (પરીણીત બહેનો) માં રાધિકાબેન કોટક, સોનુબેન ઠકકર, હરીતાબેન ચંદારાણા, કોમલબેન કારીયા, શેફાલીબેન ઠકકર, બીજલબેન નાગ્રેચા, ગ્રુપ બી (સીનીયર) માં નેહાબેન હિન્ડોચા, વિદ્યાબેન કોટક, રેખાબેન ખખ્ખર, માનસીબેન શીંગાળા, આશાબેન કારીયા, ભાવનાબેન મીરાણી, પલ્વીબેન ઠકકર, નમ્રતાબેન કોટક વિજેતા જાહેર થયા હતા.

તસ્વીરમાં આમંત્રણ રેલીના કાર્યક્રમોની માહીતી 'અકિલા' ખાતે વર્ણવતા રઘુવંશી પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:55 pm IST)
  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST

  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST

  • શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો : ૫ ઘાયલ : લાલ ચોકમાં પોલીસદળ ઉપર ગ્રેનેડથી હુમલો : આતંકવાદીઓએ રાજબાગમાં ઝીરો બ્રીજ પાસેથી નીકળતા પોલીસ જવાનો પર હુમલો કર્યો access_time 3:14 pm IST