Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

રર વહાલુડીઓ કાલથી ગોવાની સહેલગાહે

સમાજ અગ્રણી ભૂપતભાઇ બોદરનો સહયોગઃ 'દિકરાનું ઘર' ટીમ વિદાય આપશે

રાજકોટ તા.૧૮:'વ્હાલુડીના વિવાહ'' શીર્ષકતળે પિતાની છત્રછાયા ગુમાવેલ રર દીકરીઓના લગ્નનો અવસર જાજરમાન રીતે યોજાઇ ગયો. 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમની સેવાયાત્રાને બે દાયકા પૂર્ણ થયે તેની ઉજવણી નોખી અનોખી રીતે થાય તેવા હેતુથી રર દીકરીઓના લગ્ન જાજરમાન રીતે થાય તેવો નિર્ધાર કરવામાં આવેલ જેને સમાજના તમામ સ્તરેથી વ્યાપક પ્રતિસાદ મળેલ.

વહાલુડીનાં વિવાહ સંપન્ન થયા બાદ શહેરના જાણીના શ્રેષ્ઠી, સામાજિક-અગ્રણી દાતા ભૂપતભાઇ બોદરનાં આર્થિક સહયોગથી તમામ દીકરીઓ તા. ૧૯ના શનિવારે ૪ દિવસનાં હનીમુન ટુર ઉપર મોકલવામાં આવનાર છે. આવતીકાલે તમામ દીકરીઓ ગોવા જવા રવાના થશે ત્યારે સંસ્થાના કાર્યકરો તેમને વિદાય આપશે.

દાતા ભૂપતભાઇ બોદરનાં આર્થિક સહયોગથી યોજાયેલ આ પ્રવાસમાં થ્રી સ્ટાર હોટલ, આવવા જવાની ટીકીટ, ભોજન, સાઇટ સીન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ્રવાસની સંપૂર્ણ વ્યવસ્થા આયોજન અશ્વિનભાઇ પટેલે કરેલ છે. 'દીકરાનું ઘર'ના સંસ્થાપક મુકેશ દોશીના નેતૃત્વ નીચે અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, કિરીટભાઇ પટેલ, કિરીટભાઇ આદ્રોજા, ઉપેનભાઇ મોદી, હેમલભાઇ મોદી, સુનિલભાઇ મહેતા, હરેશભાઇ પરસાણા, જીતુભાઇ ગાંધી, પ્રવિણ હાપલીયા, હાર્દિક દોશી, ડો. ભાવનાબેન મહેતા, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતી વોરા, વર્ષાબેન આદ્રોજા, ગીતાબેન પટેલ, રૂપા વોરા, નિશા મારૂ, ચેતના પટેલ, અલ્કા પારેખ, કલાબેન પારેખ, કિરણબેન વડગામા, ફાલ્ગુનીબેન કલ્યાણી, જયશ્રીબેન મોદી, આશાબેન હરીયાણી, રંજનબેન આદ્રોજા સહિતના કાર્યકરો તા. ૧૯ને શનિવારે સવારે ૭.૧૫ કલાકે રર દીકરીઓને વિદાય આપશે.

(2:54 pm IST)
  • કાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST

  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST

  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST