Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભાડલામાં રજપૂત સગર્ભા જનકબેનને રાણીંગપરના ભાવેશે પેટમાં પાટુ માર્યુ

પતિના મિત્ર કોળી શખ્સ ભાવેશને જનકબેને કાર હંકારવી આપી હોઇ તેણે લોન ન ભરી બારોબાર ગીરવે મુકી દીધીઃ કાર પાછી માંગતા હુમલો કર્યો

રાજકોટ તા. ૧૮: જસદણના ભાડલામાં રહેતાં નાડોદા રજપૂત સગર્ભાને પતિના મિત્ર રાણીંગપર ગામે રહેતાં કોળી શખ્સે કાર બાબતના ડખ્ખામાં પેટમાં પાટુ મારી દેતાં બ્લીડીંગ શરૂ થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ભાડલા રહેતાં જનકબેન મનહરભાઇ ચાવડા (ઉ.૪૬) નામના મહિલા ગત બપોરે ત્રણેક વાગ્યે ઘરે હતાં ત્યારે રાણીંગપરથી આવેલા ભાવેશ રમેશભાઇ કોળીએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી પેટમાં પાટુ મારી દેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જનકબેનના કહેવા મુજબ તેણે સ્વીફટ કાર લોન પર લીધી હતી અને પતિ મનહરભાઇના મિત્ર ભાવેશને ફેરા કરવા માટે આપી હતી. ભાવેશ પોતે લોનના હપ્તા પણ ભરતો હતો. પરંતુ હાલમાં છ હપ્તા ચડત થઇ જતાં તેને ઘરે બોલાવી લોન કેમ નથી ભરી? જો ન ભરવી હોય તો કાર પાછી આપી દે...તેમ કહેતાં તેણે કાર તો ભરવાડ શખ્સ પાસે ગીરવે મુકી દીધી છે અને છોડાવવી હોય તો પાંચ લાખ થશે તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોતાને વર્ષો પછી સારા દિવસો જઇ રહ્યા હોઇ ભાવેશે પેટમાં પાટુ મારી દેતાં લોહી ચાલુ થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.

(2:51 pm IST)