Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સદરમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો વરલી ફીચરના જૂગાર પર દરોડોઃ ૧૧ ઝડપાયા, ૧૦ ભાગી ગયા

સદર ઇદગાહ વાળા મેદાનમાં વોંકળા કાંઠે અબુ ખાટકી અને તેના બે પુત્રો રમાડતા'તા : રૂ. ૩૯,૯૫૦ રોકડા, ૯ મોબાઇલ ફોન, ૭ બાઇક મળી કુલ રૂ. ૨,૦૩,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો : હેડકોન્સ. જયુભા પરમાર અને મહમદહારૂન શેખની બાતમી

જુગાર રમતાં પકડાયેલા શખ્સો, પુછતાછ કરી રહેલા પોલીસકર્મચારી અને કબ્જે થયેલા વાહનો

રાજકોટ તા. ૧૮: ભીલવાસમાં ઇગલ પેટ્રોલ પંપની સામેના ઇદગાહ મેદાનના વોંકળા કાંઠે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ખાટકીવાસના વૃધ્ધ અબુ ખાટકી સંચાલીત વરલી ફીચરનો પાટલો ઝડપી લઇ ૧૧ શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલામાં આ વૃધ્ધના બે પુત્રો પણ સામેલ છે.  દરોડો પડતાં બીજા ૧૦ જેટલા શખ્સો ભાગી ગયા હતાં. દરોડામાં રૂ. ૩૯,૯૯૫૦ રોકડા, ૨૦૫૦૦ના ૯ મોબાઇલ ફોન, ૧૨ ચિઠ્ઠીઓ, ૪ બોલપેન, ૪ પેડ, ૭ મોટરસાઇકલ મળી કુલ રૂ. ૨,૦૩,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સદર ખાટકીવાસના અબુ હસનભાઇ ચોૈહાણ (ઉ.૬૫), પરેશ દેવજીભાઇ ચુડાસમા (ઉ.૬૫-મજૂરી, રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ-૧ ઘર નં. ૫૩૮), અરવિંદ સવજીભાઇ પાંભર (ઉ.૪૪-મજૂરી, રહે. સહકાર મેઇન રોડ નવનીત ડેરી સામે), મુકેશ જયસુખભાઇ કારીયા (ઉ.૩૫-રિક્ષા ડ્રાઇવીંગ, રહે. રેલનગર મહર્ષી ટાઉનશીપ રૂમ નં. ૧૦૬), રફિક અબુભાઇ ચોૈહાણ (ઉ.૪૩-ધંધો વેપાર, રહે. સદર ખાટકીવાસ કતલખાના પાસે), મહેબુબ અબુભાઇ ચોૈહાણ (ઉ.૩૯-ધંધો વેપાર-રહે. સદર ખાટકીવાસ કતલખાના પાસે), દિનેશ વશરામભાઇ વાઘેલા (ઉ.૩૦-રહે. ગોલીટા તા. ધ્રોલ શંકર મંદિર પાસે), જીવરાજ ગોવિંદભાઇ ચાવડા (ઉ.૫૦-મજૂરી, રહે. કાલાવડ રોડ , આંબેડકરનગર) તથા અમન ફૈજુદ્દીનભાઇ મલેક (ઉ.૧૯-પ્રાઇવેટ નોકરી, રહે. સદર, ઇદગાહ પાસે)ને વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં ઝડપી લઇ રોકડ, વાહનો, મોબાઇલ, ચિઠ્ઠીઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડો પડતાં બીજા દસ જેટલા શખ્સો ભાગી છુટ્યા હતાં. આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલના હેડકોન્સ. મહમદહારૂન હૈદરબક્ષ શેખની ફરિયાદ પરથી ૧૨-અ મુજબ ગુનો નોંધાયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ એસ. એન. રામાણીની રાહબરી હેઠળ હેડકોન્સ. મહમદહારૂન સાથે હેડકોન્સ. જયેન્દ્રસિંહ પરમાર, કોન્સ. રાણાભાઇ, કોન્સ. લક્ષમણભાઇ, હેડકોન્સ. યુસુફખાન, મયુરસિંહ સહિતની ટીમ જોડાઇ હતી. આ ટીમ રાજકોટ શહેર વિસ્તારમાં દારૂ-જૂગારના કેસો શોધવા નીકળી હતી ત્યારે અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે ઇગલ પંપ સામેના ભાગે વોંકળા કાંઠે અબુ ખાટકી નામનો શખ્સ વરલી ફીચરના આંકડા લઇ જૂગાર રમાડે છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો અને ૧૧ શખ્સોને પકડી લેવાયા હતાં.

ઝડપાયેલાઓમાં અબુ ખાટકી સાથે તેના બે પુત્રો રફિક અને મહેબુબ પણ સામેલ છે. આ બંને પિતા સાથે આંકડા લખવાના રાઇટર તરીકે કામ કરતાં હતાં. આગળની તપાસ પ્ર.નગરના પીએસઆઇ એમ. જે. રાઠોડે હાથ ધરી છે.

(2:51 pm IST)
  • ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો : પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ...હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા access_time 4:07 pm IST

  • શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો : ૫ ઘાયલ : લાલ ચોકમાં પોલીસદળ ઉપર ગ્રેનેડથી હુમલો : આતંકવાદીઓએ રાજબાગમાં ઝીરો બ્રીજ પાસેથી નીકળતા પોલીસ જવાનો પર હુમલો કર્યો access_time 3:14 pm IST

  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST