Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વકીલના ઘર ઉપર થયેલા હુમલાના બનાવને વખોડી કાઢતું બાર.એસો.

રાજકોટનાં વકીલો આરોપીનો બચાવ નહિ કરેઃ ઠરાવ

રાજકોટ તા.૧૮: રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટશ્રી ભરતભાઇ ડી. સીતાપરાના ઘર ઉપર ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ઘસી આવી હીચકારો હુમલો કરેલ જે બનાવને રાજકોટ બાર એશોસીએશને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સરકયુલર ઠરાવથી ઠરાવે છે કે આરોપીના બચાવ માટે રાજકોટ શહેરના વકીલો આરોપીના વકીલ તરીકે રોકાય નહી તેવો સર્વાનુમતે આ કમિટી અનુરોધ કરે છે.

રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોશી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડા એ સમર્થન આપેલ છે.

(2:49 pm IST)