Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧લી ફેબ્રુઆરીથી મીલ્કતોની મેગા સીલીંગ ઝુંબેશ

૧ લાખથી વધુ રકમનો વેરો બાકી રાખનારા પર કોર્પોરેશનનું તંત્ર તૂટી પડશે

રાજકોટ, તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી ૧લી ફેબ્રુઆરીથી મિલ્કતો સીલ કરવાની મહા ઝુંબેશ શરૂ થનાર છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ. કોર્પોરેશનના વર્ષ ર૦૧૮-૧૯ના બજેટની મુદત પૂર્ણ થવામાં હવે છેલ્લો રાા મહીના બાકી છે ત્યારે મિલ્કત વેરાની આવકમાં પ૦ કરોડથી વધુનું ગાબડુ પડવાની ભીતી સર્જાઇ છે. આથી આગામી ૧લી ફેબ્રુઆરીથી કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરનાર છે.

વેરા વિભાગના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ રૂ.૧ લાખથી વધુ રકમનો વેરો બાકી હોય તેવી પ૦૦થી ૮૦૦ જેટલી મિલ્કતોનું હીટલીસ્ટ બનાવવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જે મિલ્કતોનો રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી છે તેવી મિલ્કતોને 'સીલ' કરીને કડક વેરા વસુલાત કરવા માટે ૧લી ફેબ્રુઆરીથી જે મેગા સીલીંગ ઝુંબેશ શરૂ થશે તેમાં રોજની ૪૦થી વધુ મિલ્કતો 'સીલ' કરવા કાર્યવાહી થશે.

ઉપરોકત મેગા સીલીંગ ઝુંબેશ માટે મ્યુ. કમિશ્નર દ્વારા વેરા વિભાગ ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓને પણ કામચલાઉ ધોરણે વેરા વસુલાતની જવાબદારી સુપ્રત કરાશે અને ત્રણે'ય ઝોનમાં અધિકારી-કર્મચારીઓની ઝોન દીઠ ૧૦૦-૧૦૦ની ટૂકડીઓ બનાવીને સીલીંગ ઝુંબેશ શરૂ થશે.

(2:50 pm IST)