Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

જગન્નાથ શેરીમાં પેવર કામનો પ્રારંભ

 શહેરના વોર્ડ નં. ૮ માં આવેલ જગન્નાથ સોસાયટી શેરી નં. ૨ માં પેવર કામનો પ્રારંભ વોર્ડ કોર્પોરેટર વિજયાબેન વાછાણી અને જાગૃતિબેન ધાડીયા તથા શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગરના હસ્તે અને અલ્કાબેન કામદારની ઉપસ્થિતીમાં કરાયુ હતુ. આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ કાંતિલાલ ભુત, ચંદુભાઇ કાલરીયા, છગનભાઇ સખીયા,   રીટાબેન સખીયા, હર્ષીદાબેન પટેલ, પુર્વેશ ભટ્ટ, જસ્મીન મકવાણા, કેયુર ઠકકર, અશ્વિન રાખશીયા, મનીષભાઇ રાચ્છ, પરેશભાઇ ભીંડોરા, મોતીભાઇ પટેલ, ચીન્ટુભાઇ પટેલ, ભરભાઇ રાણા, કમલેશભાઇ ઠકરાર, ભાવનાબેન ઠકરાર, માધવીબેન ભટ્ટ, ઇન્દ્રબેન પટેલ, મંજુબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:05 pm IST)