Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

તાપણાથી બે વર્ષની સરિતા અને સરિતા દાઝીઃ સિવિલમાં દાખલ

રાજકોટ તા. ૧૭: ઠંડીથી બચાવતું તાપણું જો ધ્યાન ન રખાય તો દઝાડી પણ દેતું હોય છે. આવા બે બનાવ બન્યા છે. કોઠારીયા સોલવન્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતાં ભવાનભાઇ આદિવાસીની પુત્રી સરિતા (ઉ.વ.૨) તાપણાથી ડાબા હાથ પર દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

બીજા બનાવમાં હળવદના ચરાડવા ગામે નારણભાઇ શીવાભાઇની વાડીએ રહેતાં મંગાભાઇ કલારીયાની પુત્રી સંગીતા (ઉ.વ.૪) ઠંડીથી બચવા માટે કરાયેલા તાપણા પાસે રમતી હતી ત્યારે ઓઢેલુ કપડુ અડી જતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. (૧૪.૯)

 

(3:55 pm IST)