Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રતનવિલા સોસાયટીમાં પાણીની લાઇનના કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

વોર્ડ નં. ૪માં રતનવિલા સોસાયટી ખાતે પાણીની લાઈનનું ખાતમુહૂર્ત વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, વોર્ડ નં. ૪ના પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી દિનેશભાઈ રામાણી, મહિલા મોરચા પ્રમુખ રાજશ્રીબેન માલવિયા, મનીષાબેન શેરસીયા તથા સ્થાનિક આગેવાનો મિત કાકડીયા, જેન્તીભાઈ કાકડીયા, મુકેશભાઈ લીંબાસીયા, વિક્રમભાઈ રૈયાણી, ભાવનાબેન રૈયાણી, સંગીતાબેન કાકડીયા, હિતેશભાઈ મઢીયા, ઘનશ્યામભાઈ વાંક, રાહુલભાઈ બોરીચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)