Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

વોર્ડ નં. ૧૮ના શ્રધ્ધા પાર્ક પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટઃ વોર્ડ નં.૧૮ શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર અંદાજે રૂ.૨૦ લાખના ખર્ચે ૭૦ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ ગ્રાન્ટ ફાળવેલ. જેના અનુસંધાને શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર ઇન્ટરલોક પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાદ્યેલા, વોર્ડ પ્રમુખ શૈલેષભાઈ બુસા, મહામંત્રી હિતેશભાઈ ઢોબરીયા, વોર્ડ આગેવાન શૈલેષભાઈ પરસાણા, નટુભાઈ વાઘેલા, દિનેશભાઈ લીંબાસીયા, હિતેશભાઈ કીડીયા, અનિલભાઈ દોંગા, મીતેશભાઇ બોરીચા, અંકીતભાઈ રૂપારેલીયા, પંકજભાઈ લખતરીયા, યુવરાજસિંહ જાડેજા, બિપીનભાઈ, પ્રવિણભાઈ સાપરા, સુરેશભાઈ ઢોબરીયા, વિનુભાઈ કાકડિયા, ભગાભાઈ આહિર, ભુપતભાઈ અજાણી, મયુરભાઈ સાકરીયા, ધવલભાઈ ગજેરા, નિલેશભાઈ મુંગરા, હેમંતભાઈ કપુરીયા, મહેન્દ્રભાઈ વાસાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧૮ના મહિલા પ્રમુખ માલતીબેન ચાવડા, મહામંત્રી રીટાબેન રોકડ સાથે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)