Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજકોટ પોલીસની ઇ-કોપ એપ્લીકેશનને રાષ્ટ્રીય કક્ષાનો પોલીસ એન્ડ સેફટીનો સ્કોચ એવોર્ડ

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઇ-કોપ એપ્લીકેશન બનાવવામાં આવેલ છે આ રાજકોટ ઇ-કોપ એપ્લીકેશન એક સ્માર્ટ અને પેટ્રોલીંગ અને મોનીટરીંગ સીસ્ટમ છે. રાજકોટ ઇ-કોપ એપ્લીકેશન પીસીઆર પેટ્રોલીંગ, બાઇક પેટ્રોલીંગ તથા નાઇટ રાઉન્ડની પોલીસની કામગીરીમાં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઇટ પેટ્રોલીંગ સઘન, સુદ્રઢ અને પરીણામ લક્ષી બનેલ છે. આ એપ્લીકેશન દ્વારા રાજકોટ શહેર પોલીસ દ્વારા પેટ્રોલીંગ, નાઇટ પેટ્રોલીંગ, બંદોબસ્ત વિગેરે કામગીરી દરમ્યાન તેઓની ઓનલાઇન હાજરી તથા નોકરીના સમયબંધની વિગતો આવરી લેવામા આવેલ છે. આ એપ્લીકેશન નો ભરપુર ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડયુટી દરમ્યાન ની કામગીરી ચકાસી શકાય છે. આ એપ્લીકેશન રાજકોટ શહેરના તમામ પોલીસના મોબાઇલમાં એપ્લીકેશન સ્વરૂપમાં રહે છે. આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડયુટી દરમ્યાનની કામગીરી ચકાસી શકાય છે.

શહેરના ટેકનોસેવી અને દુરંદેશી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અંગત રસ દાખવી તૈયાર કરાયેલી રાજકોટ ઇ-કોપ એપ્લીકેશનને અગાઉ ગવરનન્સ નાવ ઇન્ડીયા પોલીસ વર્ચ્યુલ સમીટ એન્ડ એવોર્ડ ૨૦૨૦માં કેપીસીટી બિલ્ડીંગ એવોર્ડ મળ્યો હતો. હવે તા.૧૬/૧૧ના રોજ રાજકોટ ઇ-કોપ એપ્લીકેશનને રાષ્ટ્રીય કક્ષાનો પોલીસ એન્ડ સેફટી સીલ્વર કેટેગરીનો 'સ્કોચ એવોર્ડ' મળ્યો છે.

(3:58 pm IST)