Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સાહિત્ય સર્જકોનું સન્માન

 દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરીત સાહિત્યીક સંસ્થા 'સાહિત્ય સેતુ' દ્વારા તાજેતરમાં ગુજરાતી સાહિત્યમાં આદરભર્યુ સ્થાન ધરાવતા વરિષ્ઠ કવિ નિવૃત્ત જિલ્લા પુરવઠા અધિકારી ભાષ્કર ભટ્ટ તેમજ શિક્ષણ ખાામાં વર્ષો ફરજ બજાવનાર કવિ વારિજ લુહાર તેમજ યુવા કવિ પારસ હેમાણીનું શ્રીફળ સાકરનો પડો અને ખેસ પહેરાવી તેમજ વિવેકાનંદજીનો ફોટો, પુસ્તક આપી, શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. તેમાના નિવાસ સ્થાનો પર જઇ આ સન્માન કરાયુ હતુ. જેમાં કવિ વારીજ લુહારનું સન્માની સાહિત્ય પ્રેમી યુવા બીલ્ડર હરેનભાઇ મહેતાના હસ્તે, કવિ ભાસ્કર ભટ્ટનું અભિવાદન મોઢ વણિક સમાજના અગ્રણી કિશોરભાઇ ભાડલીયાના હસ્તે અને કવિ પારસ હેમાણુનું સન્માન મશીનરી ડીલર્સ એસો.ના સેક્રેટરી અશ્વિનભાઇ પટેલના હસ્તે કરાયુ હુત. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, પ્રકાશ હાથી, પરિમલભાઇ જોષી, જયેન્દ્રભાઇ મહેતા, ભનુભાઇ રાજગુરૂ, નયન ગંદા વગેરે કાર્યરત રહેલ.

(3:24 pm IST)