Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અકસ્માત સર્જનાર ગૌરીદડનો રાહુલ બાઈકમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફેરવતો'તો

બી-ડિવીઝન પોલીસે પકડયોઃ બાઈક લીધા બાદ ઈ-મેમો ન આવે તે માટે નંબર પ્લેટમાં ચેડા કર્યા બાદ પાંચ વર્ષથી ફેરવતો હતો

રાજકોટ, તા. ૧૭ :. સંત કબીર રોડ પર કે.ડી. ચોક પાસે અકસ્માત સર્જનાર ગવરીદડના બાઈક ચાલકને બી-ડિવીઝન પોલીસે પકડી લીધો હતો. તે બાઈકની નંબર પ્લેટમાં ચેડા કરી બાઈક ફેરવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર કે.ડી. ચોક પાસે ગત તા. ૧૮-૧૦ના રોજ એક બાઈકસવારને જીજે ૩ કેએમ ૬૭૯૬ નંબરના બાઈક ચાલકે રોંગસાઈડમાં આવી અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ બનાવમાં બાઈકસવાર યુવાનને ડાબાહાથે તથા શરીરે મુંઢ ઈજા થઈ હતી. આ તેના પિતાના નામે બાઈક છોડાવ્યુ હતું. તે બાઈકના નંબર જીજે ૩ કેએમ ૫૭૯૬ છે, પરંતુ પોતે બાઈક લઈને ગમે ત્યાં નિકળે તેથી ઈ-મેમો ન આવે તે માટે બાઈક નં. ૫૭૯૬માં ચેડા કરી પાંચની જગ્યાએ ૬ કરી ફેરવતો હોવાનુ ખુલતા પોલીસે તેની સામે આઈપીસી ૪૬૫, ૪૭૧ની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી હતી.

(3:57 pm IST)