Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજમાર્ગો પરથી ૨૨૨ રખડુ ઢોર ડબ્બે પુરાયા

રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૦/૧૧/૨૦૨૧ થી ૧૫/૧૧/૨૦૨૧ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો પેડક રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબીરોડ, ભગવતીપરા વિસ્તાર માર્કેટીંગ યાર્ડ, આર.ટી.ઓ.પાસે વિગેરે વિસ્તારોમાંથી ૪૩ (તેતાલીસ) પશુઓ,કોઠારીયા રોડ, બાપુનગર, કેદારનાથ, પ્રદ્યુમન પાર્ક વિગેરે વિસ્તારોમાંથી ૩૭ (સાડત્રીસ)પશુઓ,રૈયાધાર, ગાંધીગ્રામ, લાખનોબંગલો, એરપોર્ટ રોડ, અયોધ્યા ચોક વિગેરે વિસ્તારોમાંથી ૧૮ (અઢાર) પશુઓ,કટારીયા ચોક, ઇસ્કોન મંદિર, મવડી હેડકવાર્ટર્સ, ખોડીયારનગર,સમ્રાટ ઇન્ડ. વિગેરે વિસ્તારોમાંથી ૨૮ (અઠયાવીસ) પશુઓ,સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, વાણીયાવાળી મેઈન રોડ વિગેરે વિસ્તારોમાંથી ૭ (સાત)પશુઓ,નાગેશ્વર સોસાયટી, બાપાસીતારામ ચોક, રેલનગર કર્ણાવતી સ્કુલ પાસેવિગેરે વિસ્તારોમાંથી ૧૭ (સતર) પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૨૨ પશુઓ પકડવામાં આવેલ છે.

(3:22 pm IST)