Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કોલ સેન્ટરની ફરિયાદ ઉપરથી ઇંડા - નોનવેજ સહિતની લારીઓના દબાણો દુર કરાયા

મ.ન.પા.નું તંત્ર રસ્તાના દબાણો દુર કરવા માટે મક્કમ : સામાકાંઠો, કોઠારિયા નાકુ, પંચનાથ, પુષ્કરધામ, જંકશન રેલવે સ્ટેશન, મવડી રોડ સહિતના વિસ્તારોમાંથી ૧૪ રેકડી - કેબીનો જપ્ત

રાજકોટ તા. ૧૭ : મ.ન.પા. દ્વારા શહેરના રાજમાર્ગો ઉપરથી ઇંડા - નોનવેજ સહીતની લારીઓના ગેરકાયદે દબાણો દુર કરવાની ઝુંબેશ સતત ચાલુ રાખી અને હવે કોલ સેન્ટર કે પછી લેખીતમાં મળેલી ફરિયાદના આધારે લારી - ગલ્લાના દબાણો દુર કરવાની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. જે અંતર્ગત બે દિ'માં ૧૪ જેટલી રેકડી - કેબીનોને જપ્તીમાં લેવાઇ હતી.

શહેરના સામાકાંઠા વિસ્તારમાં સિતારામ નગર, સંતકબીર રોડ, રણછોડનગર, કૃષ્ણનગર મેઈન નગર, એસ્ટ્રોન ચોક, કોઠારીયા નાકા પોલીસ ચોકી, પંચનાથ મહાદેવ મંદિર, ચંદ્રેશનગર, લક્ષ્મિનગર હોકર્સ ઝોન વગેરેમાંથી ૧૪ રેકડી - કેબીનો ઉપાડી લેવાઇ હતી તથા ૫૬ જેટલી પરચુરણ વસ્તુઓ જપ્ત કરાયેલ.

ઉપરાંત મોરબી રોડ, જામનગર રોડ, છોટુનગર, રૈયા રોડ, કોઠારીયા નાકા પોલીસ ચોકી,  અમીન માર્ગ, ગોકુલનગર શેરી નં-૩, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ચોકડી તેમજ શાકભાજી/ફળ/ ફુલ ૨૬૯ કિ.ગ્રા. પુષ્કરધામ રોડ, રેલ્વે જંકશન રોડ, હોસ્પિટલ ચોક તથા મંડપ ચાર્જ ૨,૨૫૦ મવડી રોડ, નાનામૌવા રોડ, પુષ્કરધામ મેઇન રોડ તથા વહિવટી ચાર્જ ૬,૦૦૦ યાજ્ઞિક રોડ, ભકિતનગર સર્કલ, લીમડા ચોક, રૈયા રોડ, નકલંક રોડ વગેરે સ્થળોએ પણ દબાણો દુર કરાયેલ. તેમજ  ચંદ્રેશનગર હોકર્સઝોન, જયુબેલી માર્કેટ, ધરારમાર્કેટ, ભકિતનગર મવડી મેઈન રોડ, હુડકો માર્કેટ, પુષ્કરધામ હોકર્સઝોન, સાધુવાસવાણી હોકર્સઝોનમાં ચેકીંગ કરાયેલ.

ઉપરાંત ત્રણેય ઝોનની ટીમ સાથે મળીને ઈંડાવાળા અને નોનવેજની લારીઓ ના રાખવા સદર બજાર, ફુલછાબ ચોક, શાશ્ત્રી નગર વિસ્તારમાં સતત ડ્રાઈવ કરેલ છે. શાખા અધિકારીશ્રીની આજ્ઞાઅનુસાર કામગીરી કરેલ છે. લેખિત ફરીયાદનો નિકાલ કરેલ છે. કોલ સેન્ટરમાં આવેલ ઓનલાઇન ફરીયાદનો નિકાલ કરેલ હતો તેમ એસ્ટેટ વિભાગની યાદીમાં જણાવાયું હતું.

(3:10 pm IST)