Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ટ્રાફીક બ્રિગેડના જવાનોની દાદાગીરીનો ભોગ બનેલા લોકો શહેર કોંગ્રેસને વિડીયો મોકલો

ટ્રાફીક બ્રિગેડના જવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ ઘોળીને પી ગયાઃ ભટ્ટી, અનડકટ, મુંધવા, સભાયા

 રાજકોટઃ  તા.૧૭, રાજકોટ સહિત રાજ્યભરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ટ્રાફિક બ્રિગેડ જવાનોએ વાહનો ન રોકવા કરેલા આદેશને જવાનો ઘોળીને પી જતા જવાનો પ્રજાજનો ઉપર  આતંક મચાવી રહ્યાનું શહેર કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, રણજીત મુંધવા અને ગોવિંદ સભાયાની એક યાદીમાં જણાવ્યું છે.   ટ્રાફિક બ્રિગેડોની દાદાગીરી સામે શહેર કોંગ્રેસના આગેવાનોએ લાલ આંખ કરી છે શહેરમાં કોઈપણ વાહનચાલકો આવી હેરાનગતિનો ભોગ બનતા હોય તો ટીઆરબી જવાનનો વીડિયો ઉતારી શહેરને વોટસએપમાં મોકલવા અપીલ કરવામાં આવી છે.

 રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ એક નિવેદન આ હતું જેમાં રાજ્યભરમાં માનદ વેતન મેળવી નોકરી કરતા ટ્રાફિક બ્રિગેડ જવાનોને કોઈપણ વાહન રોકવા નહીં તેવો આદેશ કર્યો હતો પરંતુ પોતાની જાતને મોટા અધિકારી માનતા ટીઆરબી જવાનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિયમને ધોળીને પી ગયા છે અને જાણે પોતાને જ બધો પાવર આપી દીધો હોય તેમ સામાન્ય પ્રજાજનો ઉપર પોતાની જો હુકમી ચલાવી રહ્યા છે જેની સામે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો એ લાલ આંખ કરી છે. ગૃહમંત્રીશ્રીના હુકમની એસી તૈસી કરતો બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે જેમાં એક ટ્રાફિક બ્રિગેડ બાઇકની ચાવી કાઢી દાદાગીરી કરી રીતસરનો રોફ જમાવી ચાવીનો ઘા કરતો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.  ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો ફરી એકવાર લોકોની વહારે આવી છે.

 રાજકોટમાં કોઈપણ ચોકે કોઈપણ ટ્રાફિક બ્રિગેડ પોતાની મનમાની ચલાવતો હોય, કોઈ વાહનો રૉકતો હોય, ગેરકાયદે ઉઘરાણી કરતો હોય તો તેનો વીડિયો ઉતારી રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોને વોટ્સએપમાં મોકલવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે ટ્રાફિક બ્રિગેડ જવાનોની તાનાશાહી સામે કોંગ્રેસ અવાજ ઉઠાવશે અને લોકોને ન્યાય અપાવવા કટિબધ્ધતા દાખવી હોવાનું જશવંતસિંહ ભટ્ટી મો.૯૮૨૫૨ ૨૨૦૨૨, ગોપાલ અનડકટ મો. ૮૦૦૦ ૦૦૩ ૦૦૩, રણજીત મુંધવા મો.૯૩૭૪૧ ૨૪૩૩૫, ગોવિંદ સભાયા મો.૯૯૨૫૦ ૧૨૮૮૨ ની સંયુકત યાદીના અંતમાં જણાવાયું છે.

(2:35 pm IST)