Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજકોટ માર્કેટયાર્ડના ચૂંટાયેલા સભ્‍યોના નામ ગેઝેટમાં: જામનગરના રજીસ્‍ટ્રાર ચૂંટણી અધિકારી

નવા ચેરમેન તરીકે સાવલિયા, બોઘરા, કોરાટ, જીતુ સખિયાના નામ ચર્ચામાં: ટુંક સમયમાં ચૂંટણી

રાજકોટ તા.૧૭ : બેડી માર્કેટયાર્ડની દિવાળી પહેલા યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનેલા ૧૬ સભ્‍યોના નામ ગેઝેટમાં પ્રસિધ્‍ધ થઇ ગયા છ.ે રાજયના ખેત બજાર અને ગ્રામ્‍ય અર્થતંત્રના નિયામક શ્રી યુ.એમ. વાસણવાળાએ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરાવવા ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લા સહકારી રજીસ્‍ટ્રાર શ્રી તિરથાણીની નિમણુંક કરી છે ટુંક સમયમાં ૭દિવસનો સમયગાળો રાખી સુકાનીઓની ચૂંટણીનો એજન્‍ડા પ્રસિધ્‍ધ થશે.
બોર્ડ ઓફ ડીરેકટર્સની ૧૬ પૈકી ૧૪ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગની ૪ પૈકી ર બેઠકો ભાજપ સમર્પિત પેનલને મળી છે નવા સુકાનીઓ ખેતી અથવા સંઘ વિભાગમાંથી ચૂંટવાના રહેશે.
નવા ચેરમેન તરીકે પરસોતમ સાવલિયા, વિજય કોરાટ, જયેશ બોઘરા, જીતુ ડી.સખિયા વગેરેના નામ ચર્ચામાં છે. આંતરિક ખેચતાણ શરૂ થઇ ગઇ છે આખરી નિર્ણય પ્રદેશ ભાજપ પર છોડવામાં આવશે.

 

(11:54 am IST)