Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

યુવાઓને વધુને વધુ NCCમાં જોડો, દેશના સારા નાગરિક બનાવો

NCC ના એડીશ્નલ ડાયરેકટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપુર રાજકોટમાં: NCC કેડેટસને આપ્યુ માર્ગદર્શન : ગ્રુપ હેડ કવાર્ટર ખાતે NCC કેડેટસ દ્વારા અપાયું શાનદાર ગાર્ડ ઓફ ઓનરઃ શ્રેષ્ઠ કેડેટસને પ્રમાણપત્ર એનાયત

રાજકોટઃ તા.૧૬, NCCના ગુજરાતના વડા આજે રાજકોટમાં છે. તેઓએ અહિંની રાજકોટ સ્થિત NCCના હેડ કવાર્ટર ખાતે મુલાકાત લીધી હતી.  NCCકેડેટસ દ્વારા તેઓને માનભેર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ.

NCCના એડીશ્નલ ડાયરેકટર જનરલ મેજર જનરલ શ્રી અરવિંદ કપુર આજે સવારે રાજકોટ સ્થિત NCC ખાતે આગમન થયુ ત્યારે NCC કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ શ્રી અરવિંદ કપુરે NCC કેડેટસને સંબોધન કરતા જણાવેલ કે ગુજરાત NCCને વધુને વધુ આગળ લાવવા આપણે પુરતા પ્રયત્નો ચાલુ છે અને અભિયાન જારી જ રહેશે. તેઓએ  જણાવેલ કે 'એક મે સો' પ્રોજેકટ ચાલુ છેે અને હાલ તેનો સાતમો સ્ટેજ ચાલુ છે.

શ્રી કપુરે સૌને 'સ્વસ્થ રહો' નો મંત્ર આપ્યો હતો. તેમણે જણાવેલ કે જેમ બને તેમ વધુને વધુ યુવાઓને NCCમાં જોડો જેથી તે આર્મીમાં જોડાવવા પ્રેરાય.

આ યુવાઓને સારામાં સારી તાલીમ આપી તેનુ ઘડતર કરો અને તેને દેશના સારા નાગરીક બનાવો.

આ સિવાય તેઓએ NCC કેડેટસને આગળ કેવી રીતે વધવુ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

શ્રી અરવિંદ કપુરની વાત કરીએ તો તેઓ NCCના એડીશ્નલ ડાયરેકટર જનરલ (ગુજરાત, દાદરાનગર હવેલી, દીવ, દમણ) મેજર જનરલ છે. આ કાર્યક્રમમાં તેઓએ NCCકેડેટસને બિરદાવી પ્રમાણપત્રો પણ આપ્યા હતા.

આ પ્રસંગે NCC રાજકોટ હેડ બ્રિગેડીયર શ્રી એસ.એન. તિવારી (ગ્રુપ કમાન્ડર, રાજકોટ) કર્નલ શ્રી એસ.એસ. બીસ્ટ (સીઓ ગુજરાત, NCC બટાલીયન) ઉપસ્થિત રહયા હતા.

(11:00 am IST)