Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

SBIની બે બ્રાંચ સાથે ૧.૮૩ કરોડની ઠગાઇમાં સુત્રધાર ધવલ ચોકસી સહિત ત્રણ ઝડપાયા : ડમી ગ્રાહકો ઉભા કરી કોભાંડ

ધવલ, રાહુલ અને અઝીમ ખોટા ગ્રાહકો ઉભા કરી તેને પાંચ દસ હજાર વાપરવાની લાલચ આપી તેના નામે નકલી સોનાથી લોન લઇ પોતે ખાઇ જતાં! : એ-ડિવિઝન પોલીસે બે બેંક વેલ્યુઅર ધવલ ચોકસી, દિપક રાણપરા અને લોનધારક દિનેશ મૈયડને પકડ્યાઃ અગાઉ પકડાયેલા કોૈટુંબીક કાકો-ભત્રીજો જેલહવાલેઃ કુલ બે આરોપી પકડાયા હતાં: કુલ ૨૪ સામે ગુનો નોંધાયો હતોઃ પાંચ લાખથી ઉપરની લોન માટે બીજા વેલ્યુઅરની જરૂર હોઇ દિપકની ગયા વર્ષે જ નિમણુક થઇ હતીઃ ધવલને પેલેસ રોડ પર દૂકાન : જેના નામે લોન લેવાતી એને કહેવાતું તમને વાપરવા પુરતા પૈસા મળશે, તમારે લોન ભરવાની નથી!: આ રીતે દિનેશ મૈયડના નામે ચાર લોન લઇ તેને ૫૦ હજાર આપ્યા હતાં

કોૈભાંડની વિગતો જણાવી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા જોઇ શકાય છે. સાથે એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ સી. જી. જોષી અને તેમની ટીમ તથા પકડાયેલા આરોપીઓ ધવલ ચોકસી (વચ્ચે) તથા બાજુમાં દિપક રાણપરા અને દિનેશ (અદબ વાળેલો) જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેરના ટાગોર રોડ પર આવેલી એસબીઆઈની આર.કે.નગર બ્રાંચ તથા જાગનાથ પ્લોટની બ્રાંચ સાથે ખુદ બેંકના વેલ્યુરે અધધધ ૧ કરોડ ૮૩ લાખની ઠગાઈ આચર્યાનો ગુનો એ-ડિવીઝન પોલીસે દાખલ કર્યો હતો. અગાઉ બે લોનધારકની ધરપકડ બાદ આજે પોલીસે સુત્રધાર ધવલ ચોકસી, અન્ય એક વેલ્યુઅર તથા એક લોનધારક સહિત ત્રણની ધરપકડ કરી છે. બેંકમાં ખોટુ સોનુ મુકી તેના આધારે લોન લઇ કોૈભાંડ આચરવામાં આવ્યાની ફરિયાદ થઇ હતી. તપાસમાં સામે આવ્યું છે કે સુત્રધાર ધવલે અન્ય બે શખ્સો સાથે મળી બોગસ ડમી ગ્રાહકો ઉભા કરી તેના નામે અલગ અલગ રકમની લોનો લઇ લીધી હતી અને રકમ પોતે ખાઇ ગયા હતાં. જ્યારે જેના નામે લોન લેવામાં આવી હતી એ લોકોને પાંચ દસ કે પંદર હજાર જેવી રકમ વાપરવા આપી દીધી હતી. ડમી ગ્રાહકો ઉભા કરી કોૈભાંડ આચરાયું હતું.

પોલીસે આ બનાવ અંગે તા. ૫/૧૧/૨૧ના રોજ એસબીઆઇ બેંકના રિઝનલ મેનેજર રોમેશ મુન્શીરામ કુમાર (ઉં.વ.૪૯-રહે.એ/૩૦૩ કોઝી કોર્ટ યાડ નાના મૌવા રોડ રાજકોટ મુળ રહે મગરનગર લક્ષ્મીપુરમ ચીનોડ પોસ્ટ ઓફીસ બંધ તળાવ, ડિસ્ટ્રીકટ જમ્મુ, રાજય જમ્મુ કશ્મીર)ની ફરિયાદ પરથી આઈપીસી કલમ ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૧૮, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ કાવતરું રચી બોગસ દસ્તાવેજો ઉભા કરી ઠગાઈ આચરવાનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં થોડા દિવસ પહેલા બે આરોપીઓ રૈયાધાર ઇન્દિરાનગરના ડાયા ભવાનભાઇ વાઘેલા (ઉ.૪૦-ધંધો મજૂરી) તથા તેના કોૈટુંબીક ભત્રીજા રૈયાધાર મુળ ગોલીટા ધ્રોલના દિપક અમૃતભાઇ વાઘેલા (ઉ.૩૦-ધંધો મજૂરી)ની ધરપકડ કરી હતી. આ બંને જેલહવાલે થયા હતાં.

દરમિયાન તપાસ આગળ વધારી આજે ત્રણ આરોપીઓ જેમાં મુખ્ય સુત્રધાર બેંકના વેલ્યુઅર ધવલ રાજેશભાઇ પ્રવિણચંદ્ર ચોકસી (સોની) (ઉ.૩૭-રહે. પ્રહલાદ પ્લોટ મેઇન રોડ શુકન સાનિધ્ય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧) તથા અન્ય વેલ્યુઅર દિપક વસંતલાલ રાણપરા (સોની) (ઉ.વ.૫૩-રહે. પ્રહલાદ પ્લોટ-૩૦/૩૬, રાધે મકાન પેલેસ રોડ) અને લોનધારક દિનેશ શામળાભાઇ મૈયડ (આહિર) (ઉ.વ.૫૦-રહે. શ્રીનાથજી સોસાયટી-૯, મવડી પ્લોટ, મુળ સત્યા ગામ તા. કાલાવડ)ની ધરપકડ કરી છે. ઝડપાયેલામાં ધવલ સોની કામ કરે છે. તેની દૂકાન પેલેસ રોડ પર રાજશ્રૃંગી એપાર્ટમેન્ટમાં છે. જ્યારે દિપક ગયા વર્ષે જ બેંકમાં વેલ્યુઅર તરીકે નિમાયો છે. દિનેશ મૈયડ ડ્રાઇવીંગ કરે છે.

ધવલ ચોકસી એસબીઆઇ બેંકના વેલ્યુઅર તરીકે નિમણુંક પામેલો હોઇ જ્યારે પણ કોઇ ગ્રાહકને સોનાના દાગીના  પર લોન લેવાની હોય ત્યારે એ દાગીનાની કિંમત આંકવાનું તેનું કામ બેંક તરફથી તેને કરવાનું હોય છે. દરમિયાન ધવલે એસબીઆઇની આર. કે. નગર બ્રાંચ અને જાગનાથ બ્રાંચમાં સોનાના દાગીના જે ખોટા હતાં તે ૨૨ કેરેટના હોવાનું ખોટુ પ્રમાણપત્ર આપી સાચુ સોનુ હોવાનું કહી તેના આધારે બંને શાખાઓમાંથી કુલ રૂ. ૧,૮૩,૯૮,૬૦૦ની લોનો અપાવી હતી.

દિપક રાણપરા પણ બેંકમાં ગયા વર્ષે જ વેલ્યુઅર તરીકે નિમાયો છે. લોન જ્યારે પાંચ લાખથી વધુની હોય ત્યારે બે વેલ્યુઅરે સોનાના દાગીના ચેક કરવાના હોય છે. ધવલ જે લોન માટેના દાગીના ચેક કરતો તેમાં વધુ રકમની લોનની માંગણી હોઇ દિપક પણ બીજા વેલ્યુઅર તરીકે સામેલ થતો હતો. તે પણ સોનુ ખોટુ હોવાનું જાણતો હોવા છતાં તેણે ધવલ સાથે મળી કોૈભાંડમાં ભાગ ભજવ્યો હતો. તેણે ચાર ખોટા વેલ્યુ રિપોર્ટ આપ્યા હતાં.

જ્યારે ત્રીજો આરોપી દિનેશ મૈયડ ડ્રાઇવીંગ કરે છે. તેણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે પોતાને ૧ લાખની જરૂર હતી. આથી તેણે પોતાના શેઠને વાત કરી હતી. શેઠે તેને કહેલું કે એક સોની તેનો ભાઇબંધ છે. લોન તમારા નામે લઇએ તો તમને એક લાખ મળી શકે. આથી દિનેશ પોતાના નામે લોન લેવા તૈયાર થતાં તેના નામે રામકૃષ્ણનગર બ્રાંચમાંથી અલગ અલગ મળી કુલ ૨૦ લાખથી વધુની ચાર લોન લેવામાં આવી હતી. આ રકમ ધવલ અને મળતીયાઓ પાસે પહોંચી હતી અને તેના બદલામાં દિનેશને અડધા લાખની રકમ અપાઇ હતી.

પોલીસ તપાસમાં ધવલ સાથે મળતીયા તરીકે રાહુલ અનીલભાઇ વાઘેલા અને અઝીમના નામો પણ સામે આવી રહ્યા છે. આ ત્રણેયએ બોગસ ડમી લોન ગ્રાહકો ઉભા કર્યા હતાં. છુટક મજૂરી કરનારાઓને તેના નામે લોન લેવાની અને તેના બદલામાં અમુક રકમ વાપરવા મળશે, લોન ભરવાની હોતી નથી તેવી વાતો કરી ભોળવીને લાલચમાં લઇ બધાના નામે બોગસ સોનાને આધારે લોનો મેળવી લઇ કોૈભાંડ આચર્યાની પ્રાથમિક વિગતો પણ ખુલી રહી હોઇ વિશેષ તપાસ માટે મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

 પોલીસે જેની સામે ગુનો નોંધ્યો હતો તેમાં  બેંકમાં વેલ્યુર તરીકે ફરજ બજાવતા (૧) ધવલ રાજેશભાઇ ચોકસી (રહે ૩૦૧, સુકન સાનીધ્ય પ્રહલાદપ્લોટ મેઇન રોડ રાજકોટ) તથા લોન લેનારા (ર) વાઘેલા રાહુલભાઇ અનીલભાઇ, (૩) કનુભાઇ ચમનભાઇ વાઘેલા, (૪) મનીષાબેન કનુભાઇ વાઘેલા, (૫) અનીલ જે નારોલા, (૬) રવીભાઇ ભગવાનજીભાઇ મકવાણા, (૭) સંજયભાઇ છગનભાઇ વાઘેલા, (૮) વાધેલા ડાયાભાઇ ભવાનભાઇ, (૯) વાઘેલા દીપકભાઇ અમૃતભાઇ,  (૧૦) જગદીશભાઇ વીનુભાઇ વાઘેલા, (૧૧) વાઘેલા કપીલભાઇ અનીલભાઇ, (૧૨) દીનેશભાઇ સામળાભાઇ મલૈંડ , (૧૩) ગોહેલ એજાજભાઇ ફારૂકભાઇ,  (૧૪) ધ્રાંગધરીયા હેતલ અલ્પેશભાઇ, (૧૫) જાદવાણી મીનાબેન દીનેશભાઇ, (૧૬) ધ્રાંગધરીયા અલ્પેશભાઇ, (૧૭) દિપક અમૃતલાલ વાઘેલા, (૧૮) જોબન યુસુફભાઇ જુમાભાઇ, (૧૯) રાજકુમાર ગોરધનભાઇ ચૌધરી, (૨૦) સજયભાઇ છોટુભાઇ નાગલા,  (૨૧) મુકેશ નાનજીભાઇ પાંચલા, (૨૨) સોલંકી ચંદ્રકાંતભાઇ રતીલાલ, (૨૩) રવાણી પિયુષભાઇ રતીભાઇ, (૨૪) વાઘેલા ડાયાભાઇ ભવાનભાઇ અને (૨૫) વાઘેલા કપીલકુમાર અનીલભાઇ તથા તપાસમા ખુલ્લે તે તમામનો સમાવેશ થાય છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ સી. જે. જોષી, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ બી. વી. ગોહિલ, એચ. આર. ચાનીયા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, દિપકભાઇ રાઠોડ, શૈલેષભાઇ ખીહડીયા અને કોન્સ. મેરૂભા ઝાલા વધુ તપાસ કરે છે. (૧૪.૯)

... મારી ઘરવાળી ભોળા લોકોને ફસાવે છે, લાચાર પતિએ પોલીસ સ્ટેશનમાં આવી વ્યથા વર્ણવી

નવી દિલ્હી, તા.૧૬: સાહેબ...મારી દ્યરવાળી ભોળા-લાચાર લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તેમને બ્લેકમેલ કરીને પૈસા લૂંટે છે. એક યુવકે પોતાની દુૅંખભરી કહાની નોઈડના સેકટર ૪૯ પોલીસ મથકમાં આવીને જણાવી છે. યુવકનું કહેવુ છે કે, તેની પત્નીની રહેણીકહેણી ઠીક નથી, અત્યાર સુધીમાં તે કેટલાય લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી ચુકી છે. તો વળી પોલીસે પીડિતાની ફરિયાદ પર રિપોર્ટ કરીને આ મામલાની તપાસ શરૂ કરી છે.આ મામલો નોઈડા જિલ્લાના સેકટર ૪૯નો છે. આ મામલાની તપાસ કરી રહેલા ડીસીપી વૃંદા શુકલાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યુ કે, સેકટર ૪૯માં રહેતા દીપક કુમારે પોતાની પત્ની વિરુદ્ઘ ફરિયાદ લખાવી છે. જેમાં પણ કેસ ફાઈલ કરીને તપાસ થઈ રહી છે. દીપક કુમાર દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં ખુલાસો થયો છે કે, આ બંનેની મુલાકાત એક ડેટીંગ એપ દ્વારા થઈ હતી. જે બાદ બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. યુવતીએ તેને મળવા માટે ઓખલા બોલાવ્યો હતો.મુલાકાત દરમિયાન બંને વચ્ચે અંદરોઅંદર સહમતીથી સંબંધ બાંધ્યા હતા. દીપકે આરોપ લગાવ્યો હતો કે, ત્યાર બાદ તેણે બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું. પૈસા ન આપતા રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.જે બાદ દીપકે પ્રેશરમાં આવીને યુવતી સાથે લગ્ન કરી લીધા અને બંને સાથે રહેવા લાગ્યા. ત્યારે ખબર પડી કે, પત્ની તો પહેલાથી પરણેલી છે. તે સો. મીડિયા પર પોતાને સિંગલ બતાવતી રહી. એટલું જ નહીં ડેટીંગ એપ દ્વારા તે નવા નવા છોકરા સાથે દોસ્તી કરી તેમને ફસાવતી અને બ્લેકમેઈલ કરે છે.આ પુરૂષનું કહેવુ છે કે, તેની ટીમમાં બીજા પણ કેટલાય લોકો છે. આ ઉપરાંત સેકટર ૨૦માં બે યુવકો વિરુદ્ઘ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જે તેમના જ ગ્રુપમાં કામ કરે છે. કોઈ જગ્યા પર રૂમ ભાડે રાખી લેતા હોય છે. જેમાં બધી વ્યવસ્થા હોય છે. તેમાં કેમેરા પણ લગાવે છે, જેમાં કેમેરાની મદદથી અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવી લે છે.

(3:38 pm IST)