Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટમાં ચાર દિ'માં આગ લાગવાના ૫૦ બનાવોઃ ફાયરબ્રિગેડ દોડતું રહ્યું

રાજકોટ : શહેરમાં દિવાળી અને નૂતન વર્ષ પર્વની ઉમંગ ઉલ્લાસથી ઉજવણી થઇ હતી. તા.૧૨ થી ૧૫ સુધી ફટાકડાના કારણે આગ લાગવાના ૫૦ જેટલા બનાવો બનતા ફાયર બ્રિગેડ તંત્ર આગ બુજાવવા સતત દોડતું રહ્યું હતુ. કચરાના ઢગલા, ભંગારના ડેલા, મકાનો, દુકાનો, વરંડા સહિતના સ્થળોએ આગ લાગવાના કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ સતત દોડધામ કરતી રહી હતી.

ઔદ્યોગીક એકમોમાં ૩, ઓફીસ, ધંધાકીયમાં-૭, તથા રહેણાંકમાં ૩ સહિત ૧૩ આગના બનાવો તેમજ વંડામાં તથા કચરા પેટી સહિત ૩૬ બનાવો બન્યા હતા.

(12:21 pm IST)
  • હવે ભાજપની નજર કરૂણાનિધિના પુત્ર ઉપર મંડાઈ : આવતા વર્ર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તામિલનાડુનું રાજકારણ કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષે તામિલનાડુના લોખંડી રાજપુરૂષ સ્વ. કરૂણાનિધિના પુત્ર અલાગીરી ઉપર નજર માંડી છે : અલાગીરી ટૂંક સમયમાં જ ચૂંટણી પહેલા નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાનું જાણવા મળે છે : ભાજપ તેનો સાથ લઈ દક્ષિણના રાજયોમાં અડીંગો જમાવવા પૂરતો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે access_time 12:07 pm IST

  • 10 રાજ્યોમાં દેશના 76% ટકા કોરોના કેસ : મહારાષ્ટ્ર, દિલ્હી, કેરાલા અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ એક્ટિવ કોરોના કેસના 76.7% ટકા કેસો નોંધાયાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. access_time 5:34 pm IST

  • દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો : ૨૪ કલાકમાં ૨૯,૧૬૪ કેસ નોંધાયા : જયારે દેશમાં ૪૪૯ નવા મૃત્યુ નોંધાયા : કુલ કોરોના કેસ આજે સવારે ૮૮૭૪૨૯૧ થયા છે : છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૭૯૧ કોરોના દર્દી સાજા થયા છે : કુલ સાજા થયેલાઓનો આંકડો ૮૨,૯૦,૩૭૧ એ પહોંચ્યો છે access_time 12:05 pm IST