Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ગાંધીગ્રામ શ્યામનગરમાં દંપતિ પર હુમલો

હરેશભાઇ જોષી અને રીટાબેન જોષીને પડોશીઓએ ધોલધપાટ કરી

રાજકોટ : ગાંધીગ્રામ શ્યામનગર-૧માં બેસતા વર્ષના દિવસે રીટાબેન હરેશભાઇ જોષી (ઉ.વ.૪૫) તથા તેના પતિ હરેશભાઇ જોષી (ઉ.વ.૪૫)ને પડોશીઓએ માર મારતાં બંનેને સિવિલમાં દાખલ કરાયા હતાં. ઘરના ખુણે બેસી રહેતાં શખ્સોને દૂર જવાનું કહી ટપારતાં આ માથાકુટ થયાનું જણાવાયું હતું.

(11:33 am IST)
  • હવે ભાજપની નજર કરૂણાનિધિના પુત્ર ઉપર મંડાઈ : આવતા વર્ર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તામિલનાડુનું રાજકારણ કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષે તામિલનાડુના લોખંડી રાજપુરૂષ સ્વ. કરૂણાનિધિના પુત્ર અલાગીરી ઉપર નજર માંડી છે : અલાગીરી ટૂંક સમયમાં જ ચૂંટણી પહેલા નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાનું જાણવા મળે છે : ભાજપ તેનો સાથ લઈ દક્ષિણના રાજયોમાં અડીંગો જમાવવા પૂરતો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે access_time 12:07 pm IST

  • નાસા અને એલન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા સફળતાપૂર્વક ૪ અવકાશયાત્રીઓને અવકાશમાં ભ્રમણ કરી રહેલ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાવા ખાસ રોકેટ દ્વારા કેપ કેનાવરલના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડવામાં આવેલ છે access_time 10:03 am IST

  • દિલ્હીમાં કીડવાઈ ભવન ખાતે આવેલ એમટીએનએલ બિલ્ડીંગના છઠ્ઠા માળે મોટી આગ ફાટી નીકળી છે : ફાયરબ્રિગેડની ૧૫ ગાડીઓ સ્થળ પર દોડી ગયેલ છે access_time 1:02 pm IST