Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટની પ્રથમ અને સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં ગુરુવારે ગોવર્ધન પૂજા : બપોરે અન્નકૂટ દર્શનનો અનેરો લ્હાવો

સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને લાભ લેવા હવેલી પરીવારનું ભાવભર્યું નિમંત્રણ

રાજકોટ : રાજકોટની પ્રથમ તેમજ સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન હવેલી એટલે શ્રી શ્યામલાલજીની હવેલી જ્યાં ૨૫૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી શ્રી શ્યામલાલજી પ્રભુ બિરાજે છે ત્યાં આગામી તારીખ 19 ના રોજ  લાભપાંચમ ને ગુરૂવારના દિવસે સવારે 10:30 વાગ્યે ઢોલ નગારા શરણાઈની સાથે પ્રભુ "ગોવર્ધનપૂજા" કરવા પધારશે અને બપોરે 03:30 થી 07:30 સુધી પ્રભુ અન્નકૂટ આરોગવા બીરાજશે. તો સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને લાભ લેવા હવેલી પરીવાર દ્વારા  ભાવભર્યું નિમંત્રણ  પાઠવાયું છે

 શ્રી શ્યામલાલજી ની હવેલી (જુની સદરની હવેલી) પંચનાથ મેઇન રોડ,જય સીયારામ પેંડા વાળાની  સામે - રાજકોટ – ૧ (મો.નં.:- ૮૫૧૧ ૭૬૩ ૭૬૩)

(10:32 am IST)