Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ધૂલ કા ફૂલ... કુવાડવામાં કચરાના ઢગલામાં કોઇ ફૂલડા જેવા પુત્રને તરછોડી ગયું

બાળક કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળઃ કુવાડવા પોલીસે ગુનો નોધ્યો

રાજકોટઃ કુવાડવા ગામમાં આવેલા મંદિર પાસે ઍક આશરે ૪ થી ૫ મહિનાની વય ધરાવતા બાળક (પુત્ર)ને કોઇ કચરાના ઢગલામાં તરછોડી જતાં અરરટી વ્યાપી ગઇ છે. આ બાળકને કોણ અને શા માટે તરછોડી ગયું? તે અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકને કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે કુવાડવા ગામમાં રહેતાં મસ્જીદવાળી શેરીમાં રહેતાં નદીમશા હાસમશા સરવદી (ફકીર) (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી બાળકને ત્યજી દેનારા માતા-પિતા અથવા રખેવાળ વિરૂધ્ધ આઇપીસી ૩૧૭ મુજબ ગુનો નોîધ્યો છે. બાળક વિશે કોઇને માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવો. પીઍસઆઇ બી. પી. મેઘલાતર વિશેષ તપાસ કરે છે.

 

(12:35 pm IST)
  • બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારની સોગંદવિધિ સંપન્ન : સાતમી વખત મુખ્યમંત્રી બનેલા નીતીશકુમારને રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણે ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા : તારકકિશોર પ્રસાદ ,રેણુંદેવી સહીત 7 મંત્રીઓએ શપથ લીધા : ગૃહ મંત્રી અમિતભાઇ ,ભાજપ રાષ્ટ્રીય પ્રેસિડન્ટ જે.પી.નડ્ડા ,દેવેન્દ્ર ફડણવીસ ,સહીત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ : મંત્રી મંડળમાં બ્રાહ્મણ ,ક્ષત્રિય ,યાદવ ,દુસાંધ ,નોનિયા ,બનિયા , સહીત તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન access_time 6:37 pm IST

  • જમ્મુ કાશ્મીરમાં ફરી આજે સવારથી બરફવર્ષા ચાલુ : જમ્મુ કાશ્મીરના ડોડા અને કીશ્તવાડમાં આજે ફરીથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે : તાપમાન ૦ સુધી પહોંચી ગયુ : ગઈકાલે પણ જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ બરફવર્ષા થઈ હતી : જમ્મુ - શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે access_time 1:05 pm IST

  • ટીમ ઇન્ડિયાની કીટના સ્પોન્સર હશે MPL સ્પોર્ટસઃ બીસીસીઆઇની જાહેરાત: બીસીસીઆઇઍ જાહેર કર્યું છે કે MPL સ્પોર્ટસ ટીમ ઇન્ડિયાની કિટનું સ્પોન્સર રહેશે. ટીમ ઇન્ડિયા, મહિલા ક્રિકેટ ટીમ અને અન્ડર -૧૯ ક્રિકેટ ટીમ MPL સ્પોટર્સ બનાવેલી ડિઝાઇનની જર્સી પહેરશે. access_time 1:17 pm IST